Get The App

IPL 2024 : આ તારીખથી શરૂ થઇ શકે છે IPL સિઝન, BCCIએ આપ્યા સંકેત

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે

WPLની મેચો ફેબ્રુઆરીના અંતથી શરુ થઇ માર્ચના મધ્ય સુધી રમાશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
IPL 2024 : આ તારીખથી શરૂ થઇ શકે છે IPL સિઝન, BCCIએ આપ્યા સંકેત 1 - image
Image:File Photo

IPL 2024 Starts On 22nd March : માર્ચના ચોથા અઠવાડિયામાં IPL 2024 શરુ થઇ જશે. આ પહેલા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો સમાપ્ત થઇ જશે. મળેલા અહેવાલો મુજબ WPLની મેચો ફેબ્રુઆરીના અંતથી શરુ થઇ માર્ચના મધ્ય સુધી રમાશે. આ પછી 22 માર્ચથી IPL 2024 શરૂ થશે. WPLની મેચો જ્યાં માત્ર 2 સ્થળે રમાશે ત્યાં જ IPLની મેચો એક ડઝન શહેરોમાં યોજાશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે

મળેલા અહેવાલો મુજબ IPL 2024નું શેડ્યુલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ વર્ષે માર્ચથી મેં સુધી લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં IPLની મેચો અને ચૂંટણી દરમિયાન સુરક્ષામાં સંતુલન જળવાઈ રહે અને કાનૂન વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શેડ્યુલ તૈયાર કરવામાં આવશે. BCCIએ સંકેત આપ્યો હતો કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. 

વર્ષ 2009 અને 2014માં વિદેશોમાં યોજાઈ હતી IPLની મેચો

વર્ષ 2019માં લોકસભા ચૂંટણીઓ યોજાઈ રહી હોવા છતાં, તમામ મેચો માત્ર ભારતમાં જ યોજાઈ હતી. આ વખતે બોર્ડ પણ એવું જ ઈચ્છે છે. જણાવી દઈએ કે વર્ષ 2009 અને 2014માં ચૂંટણીના કારણે IPLનું આયોજન વિદેશોમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 2009માં IPLની તમામ મેચો સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. જયારે વર્ષ 2014માં શરૂઆતની 20 મેચો યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ ટુર્નામેન્ટની વાપસી ભારતમાં થઇ હતી.

IPL 2024 : આ તારીખથી શરૂ થઇ શકે છે IPL સિઝન, BCCIએ આપ્યા સંકેત 2 - image


Google NewsGoogle News