IPLની આ સિઝને દર્શકોની સંખ્યા મામલે સર્જ્યો નવો રેકોર્ડ, સૌથી વધુ આ બે ટીમ વચ્ચેની મેચ જોવાઈ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનએ દર્શકોની સંખ્યાના મામલે નવા રેકોર્ડ બનાવ્યા છે. IPL 2024 સીઝનની શરૂઆત 22 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાથે થઈ હતી. આ મેચ 16.8 કરોડ લોકોએ લાઈવ જોઈ હતી અને તેનો જોવાનો સમય 1,276 કરોડ મિનિટનો હતો. ચેન્નઈ અને બેંગ્લોર મેચ આ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી ઓપનિંગ મેચ પણ બની ગઈ છે. આ આંકડા સાબિત કરવા માટે પૂરતા છે કે લીગ તરીકે IPL સતત સુધરી રહી છે. જાણો પ્રથમ 10 મેચમાં દર્શકોએ કેવી રીતે નવા રેકોર્ડ બનાવ્યા.
કોરોના કાળનો પણ રેકોર્ડ તૂટ્યો
આઈપીએલની હાલ ચાલતી સીઝનની પ્રથમ દસ મેચોના દર્શકોની સંખ્યા 35 કરોડ 58 લાખ પહોંચી ગઈ હતી. જે અત્યાર સુધીની તમામ સીઝનનો પ્રથમ દસ મેચનો રેકોર્ડ છે. કોરોના કાળમાં મોટાભાગના ચાહકો ઘરમાં જ હતા તો પણ આ આંકને સ્પર્શી નહોતા શક્યા. મીનીટની રીતે જોઈએ તો 8028 મીનીટો મેચ જોવાઈ છે. જે ગયા વર્ષ કરતા 20 ટકા વધુ છે. આઈપીએલની મેચોનું જીવંત પ્રસારણ 10 ભાષાઓમાં થાય છે. મુક બધીર ચાહકો માટે પણ સંકેતોથી કોમેન્ટરી અપાય છે. જો કે 35 કરોડના દર્શકોના આંકમાંથી 16.8 કરોડ ચેન્નઈ-બેંગ્લોર વચ્ચેની સીઝનની પ્રથમ મેચના જ હતા તે રીતે જોઈએ તો બાકીની નવ મેચોના દર્શકોનો કુલ આંક 18.2 થાય છે.