IPL 2024 : ટુર્નામેન્ટમાં આવી શકે છે કેટલાક નવા નિયમો, બોલર કરી શકશે એક ઓવરમાં બે બાઉન્સર!
IPL 2024 માટે ઓક્શનનું આયોજન આજે દુબઈમાં કરવામાં આવ્યું છે
આ ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે
Image:Twitter |
IPL 2024 Auction : આજે દુબઈમાં IPL 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા બોલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળેલા અહેવાલો મુજબ IPL 2024માં કેટલાંક નિયમ બદલાશે અને કેટલાંક નવા નિયમો બનાવવામાં આવશે. IPL 2023 પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નો બોલ, વાઈડ બોલને રિવ્યુ કરવાનો નિયમ આવ્યો હતો.
2 બાઉન્સર્સ ફેંકી શકશે બોલર
મીડિયા અહેવાલો મુજબ IPLની આગામી સિઝનમાં બોલર્સ એક મેચની દરેક ઓવરમાં 2 બાઉન્સર્સ ફેંકી શકશે. અત્યાર સુધી IPLમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવા નિયમો હતો, જે મુજબ બોલર એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સર ફેંકી શકતો હતો. એક બાઉન્સરથી વધુ ફેંકવા પર તેને નો બોલ માનવામાં આવતું હતું. જો કે હવે IPLમાં આવું નહીં થાય. પરંતુ હજુ સુધી આ નવા નિયમ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
દર વર્ષે નવા નિયમો ઉમેરવામાં આવે છે
દર વર્ષે IPLમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવે છે. ગત વર્ષે IPL મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી. કેટલાક લોકોને આ નિયમ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. આ ઉપરાંત વાઈડ અને નો બોલના કિસ્સામાં પણ બેટ્સમેનને રિવ્યુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી જો તેને કોઈ શંકા હોય તો તે પોતે જ તેનું નિરાકરણ કરી શકે.