Get The App

IPL 2024માં નામ બડે ઔર દર્શન છોટે, 24 કરોડથી વધુમાં ખરીદાયેલા બોલરે માત્ર 6 વિકેટ ખેરવી

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
IPL 2024માં નામ બડે ઔર દર્શન છોટે, 24 કરોડથી વધુમાં ખરીદાયેલા બોલરે માત્ર 6 વિકેટ ખેરવી 1 - image


Highly Priced Bowler Poor Performance : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 37 મેચ પૂરી થઈ ગઈ છે અને હવે અડધોઅડધ મેચ બાકી રહી છે. આ સિઝનનો પ્રારંભ થયો તેના અગાઉથી જ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ખરીદવામાં આવેલા મિચેલ સ્ટાર્ક, સનરાઇઝર્સ હૈદરાબાદના પેટ કમિન્સ પર તમામ નજર મંડાયેલી હતી. આ પાછળ કારણ એમ હતું કે સ્ટાર્કને રેકોર્ડ બ્રેક રૂપિયા  24.75 કરોડ, પેટ કમિન્સને રૂપિયા 20.50 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. - જેમાંથી મિચેલ સ્ટાર્ક ખરા અર્થમાં સફેદ હાથી પુરવાર થઈ રહ્યો છે. સ્ટાર્ક અત્યારસુધી 7 મેચમાં માત્ર 6 વિકેટ ખેરવી શક્યો છે. 

સ્ટાર્કને રેકોર્ડને  24.75 કરોડમાં ખરીદવામાં આવ્યો

આમ, સ્ટાર્કની 1 વિકેટ કોલકાતાની ટીમને રૂપિયા 4.12  કરોડમાં પડી રહી છે. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામેની મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને અંતિમ ઓવરમાં  21 રન ડિફેન્ડ કરવાના હતા અને તેનો વિજય નિશ્ચિત જણાતો હતો. પરંતુ નવમાં ક્રમે આવેલા કર્ણ શર્માએ સ્ટાર્કની કંગાળ ઓવરમાં બે સિક્સ ફટકારી બેંગલોરની તરફેણમાં મેચ લાવી દીધી હતી. સદનસિબે બેંગલોરનો પનો ટૂંકો પડતાં કોલકાતા 1 રને જીતી શક્યું હતું.

IPL 2024માં નામ બડે ઔર દર્શન છોટે, 24 કરોડથી વધુમાં ખરીદાયેલા બોલરે માત્ર 6 વિકેટ ખેરવી 2 - image

આ સિઝનમાં સ્ટાર્કે 25 ઓવરમાં 47.83 ની એવરેજથી 287 રન આપેલા છે,  જેમાં તેનો શ્રેષ્ઠ  દેખાવ 33 ૨નમાં 3 વિકેટ છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે 7 મેચમાં 9 વિકેટ ખેરવી છે. આમ, તેની 1 વિકેટ 2.27 કરોડમાં પડી છે. જોકે, કમિન્સે નિર્ણાયક તબક્કે ચુસ્ત સ્પેલ નાખવા ઉપરાંત ખૂબ સારી કેપ્ટન્સી કરેલી છે. 

IPL 2024માં નામ બડે ઔર દર્શન છોટે, 24 કરોડથી વધુમાં ખરીદાયેલા બોલરે માત્ર 6 વિકેટ ખેરવી 3 - image

રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનો અલ્ઝારી જોસેફ 11.50 કરોડમાં ખરીદાયો

આવો જ એક મોંઘો ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનો અલ્ઝારી જોસેફ છે. 11.50 કરોડમાં ખરીદાયેલા જોસેફે માત્ર ૧ વિકેટ ખેરવી છે. તેણે 3 મેચમાં 9.4 ઓવરમાં 115 રન આપેલા છે. એકતરફ મોંઘા ખેલાડી માથે પડી રહ્યા છે, જ્યારે પંજાબમાંથી આશુતોષ શર્મા, શશાંક સિંહ જેવા પ્લેયર 20 લાખમાં ખરીદવામાં આવ્યા હતા. આમ છતાં તેઓ પંજાબની બેટિંગ લાઇનઅપ માટે કરોડરજ્જુ સમાન પુરવાર થઈ રહ્યા છે. આશુતોષ શર્માએ 5 મેચમાં 159, શશાંક સિંહ 8 મેચમાં 195 ૨ન કરેલા છે.



Google NewsGoogle News