Get The App

ક્વોલિફાઈ માટે સંઘર્ષ કરતી લખનઉ માટે ખુશખબર, ઈજાગ્રસ્ત ઘાતક બોલરની મેદાન પર વાપસી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ક્વોલિફાઈ માટે સંઘર્ષ કરતી લખનઉ માટે ખુશખબર, ઈજાગ્રસ્ત ઘાતક બોલરની મેદાન પર વાપસી 1 - image


Image Source: Twitter

IPL 2024 LSG vs MI Mayank Yadav Injury Update: IPL 2024ની 48મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે જ્યારે મુંબઈ 9મા સ્થાન પર છે. 

મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશાને જીવંત રાખવા માગશે. ત્યારે આ આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમની મુશ્કેલી વધારવા માટે લખનઉનો ઘાતક ખેલાડી ટીમમાં વાપસી કરી રહ્યો છે. જે આજે મેદાન પર રમતો જોવા મળશે.

ઘાતક બોલર મયંક યાદવની વાપસી

લખનઉ સુપર જાયન્ટ્સના યુવા ફાસ્ટ બોલર મયંક યાદવની ઘણી મેચો બાદ ટીમમાં વાપસી થઈ છે. આ સિઝનમાં મયંકે પોતાની શાનદાર બોલિંગથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. મયંક ઈજાના કારણે ટીમની બહાર હતો પરંતુ હવે આ ફાસ્ટ બોલર સંપૂર્ણ ફિટ છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ રમવા માટે તૈયાર છે.

ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે જાણકારી આપતા જણાવ્યું કે, મયંક યાદવે હવે તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધા છે અને તે સંપૂર્ણ ફિટ છે. તેની ટીમમાં વાપસી બાદ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

IPL 2024માં રહ્યું શાનદાર પ્રદર્શન

મયંક યાદવ આ વખતે પોતાની પ્રથમ IPL સિઝન રમી રહ્યો છે. IPL 2024ના ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે મયંક પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્યાર સુધી IPL 2024માં મયંકે શાનદાર પ્રદર્શન કર્યું છે.

IPL 2024માં મયંકે આ સિઝનનો સૌથી ફાસ્ટ બોલ પણ ફેંક્યો છે. મયંકે એક મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સિઝનમાં અત્યાર સુધીમાં મયંકે 6 વિકેટ ઝડપી છે. હવે ફરી એકવાર ટીમ મયંક પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.


Google NewsGoogle News