IPL 2024 : ગ્રાઉન્ડ મેન અને ક્યૂરેટર્સ માટે BCCIએ ખોલી તિજોરી, ઈનામમાં આપ્યા લાખો રૂપિયા

Updated: May 27th, 2024


Google NewsGoogle News
IPL 2024 : ગ્રાઉન્ડ મેન અને ક્યૂરેટર્સ માટે BCCIએ ખોલી તિજોરી, ઈનામમાં આપ્યા લાખો રૂપિયા 1 - image


KKR vs SRH Final IPL 2024: કોલકાતા નાઇટ રાઇડર્સે ફરી એકવાર IPL ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. IPL 2024ની વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. આ ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ તેમજ ગ્રાઉન્ડ મેન અને ક્યુરેટર્સ માટે તિજોરી ખોલી છે. BCCI સેક્રેટરી જય શાહે ગ્રાઉન્ડ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ 10 ગ્રાઉન્ડના સ્ટાફ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ ત્રણ વધારાના મેદાનના સ્ટાફને પણ મોટી રકમ મળશે. 

જય શાહે X પર એક પોસ્ટ કરતા ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્યુરેટર્સ માટે મોટી જાહેરાત કરી છે. જય શાહે X પર લખ્યું કે, "અમારી સફળ T20 સીઝન (IPL 2024) પાછળ અનસંગ હીરોઝ ગ્રાઉન્ડ સ્ટાફનું મહત્વનું યોગદાન છે. 10 નિયમિત IPL મેદાનના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટરને 25-25 લાખ રૂપિયા મળશે. જ્યારે 3 એકસ્ટ્રા મેદાનના સ્ટાફને 10-10 લાખ રૂપિયા મળશે. તમારી મહેનત માટે ધન્યવાદ!

જો આઈપીએલ ટીમોની ઈનામી રકમની વાત કરીએ તો, ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા છે. 

  • કોલકાતા નાઈટ રાઈડર્સ 20 કરોડ રૂપિયા 
  • સનરાઈઝર્સ હૈદરાબાદને ઈનામ તરીકે 12.5 કરોડ રૂપિયા 
  • રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા 
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા 

આરસીબીને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ ત્રીજું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ ટીમ 2012માં પ્રથમ વખત ચેમ્પિયન બની હતી. આ પછી તેણે 2014માં ફાઈનલ મેચ જીતી હતી. હવે ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે.


Google NewsGoogle News