Get The App

IPL Auction 2024 : કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખર્ચ કર્યા? જાણો તમામ ટીમોની સંપૂર્ણ સ્થિતિ

ગુજરાત ટાઈટન્સની ટીમ પાસે આ ઓક્શનમાં સૌથી વધુ પૈસા પર્સમાં છે

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં સૌથી વધુ સ્લોટ ઉપલબ્ધ છે

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
IPL Auction 2024 : કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખર્ચ કર્યા? જાણો તમામ ટીમોની સંપૂર્ણ સ્થિતિ 1 - image
Image:File Photo

IPL Auction 2024 : દુબઈમાં IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ થવાનું છે. આ ઓક્શનમાં ભાગ લેનારા ખેલાડીઓની લીસ્ટ અને તમામ માહિતી સામે આવી ચુકી છે. IPL 2024ના ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં 214 ભારતીય ખેલાડીઓ જયારે 119 વિદેશી ખેલાડીઓ છે. આ વખતે એસોસિયેટ નેશન્સના 2 ખેલાડીઓ પણ ઓક્શનમાં ભાગ લેવાના છે. આ તમામ 333 ખેલાડીઓમાંથી 116 ખેલાડીઓ કેપ્ડ છે, જ્યારે 215 ખેલાડીઓ અનકેપ્ડ છે.

IPLની તમામ 10 ટીમોએ ઓક્શન માટે કરી તૈયારી

IPLની તમામ 10 ટીમોએ પણ આ વખતે મિની ઓક્શન માટે તૈયારી કરી લીધી છે. ગયા મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં તમામ ટીમોએ ખેલાડીઓની ટ્રેડ વિન્ડો દ્વારા અદલા-બદલી, તેમના પર્સમાં પૈસા ઉમેરવા અને વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ ખાલી કરવા જેવા કાર્યો પૂર્ણ કરી લીધા છે. હવે કઈ ટીમ પાસે કેટલા પૈસા અને કેટલા સ્લોટ ખાલી છે તે અહીં જણવા મળશે.

ચેન્નઈ સુપર કિંગ્સ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 68.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 31.4 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 71.05 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે આ ટીમના પર્સમાં કુલ 28.95 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સ પાસે કુલ 9 સ્લોટ ઉપલબ્ધ છે. જેમાં 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઈટન્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 61.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 38.15 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી વિદેશી ખેલાડીઓ માટે માત્ર 2 સ્લોટ બાકી છે.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 82.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 17.75 કરોડ રૂપિયા બાકી છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 70.90 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને હવે તેના પર્સમાં કુલ 29.10 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે જેમાંથી માત્ર 2 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની  ટીમે આ ઓક્શન પહેલા કુલ 76.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 23.25 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 85.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 14.50 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 8 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ ઓક્શન પહેલા કુલ 66 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 34 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 67.30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં કુલ 32.70 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 12 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે આ ઓક્શન પહેલા કુલ 86.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે તેના પર્સમાં માત્ર 13.15 કરોડ રૂપિયા બચ્યા છે. આ ટીમ પાસે કુલ 6 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી માત્ર 2 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.

IPL Auction 2024 : કઈ ટીમ પાસે કેટલા પૈસા બચ્યા અને કેટલા ખર્ચ કર્યા? જાણો તમામ ટીમોની સંપૂર્ણ સ્થિતિ 2 - image


Google NewsGoogle News