સૌથી વધુ રૂપિયા સાથે ઓક્શનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ, હાર્દિકની જગ્યા કોણ લશે? જાણો આખી સ્ટ્રેટજી

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને ટીમનો નવી કેપ્ટન બનાવ્યો છે

વિદેશી ખેલાડીઓ માટે માત્ર 2 સ્લોટ ખાલી છે

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
સૌથી વધુ રૂપિયા સાથે ઓક્શનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ, હાર્દિકની જગ્યા કોણ લશે? જાણો આખી સ્ટ્રેટજી 1 - image
Image:File Photo

IPL Auction 2024 : ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2024 માટે થનાર ઓક્શનમાં સૌથી વધુ પૈસા સાથે ઉતરશે. ગુજરાત પાસે કુલ 38.15 કરોડ રૂપિયા છે અને તેની પાસે કુલ 8 સ્લોટ ખાલી છે જેમાં 2 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે. ડેબ્યુ સિઝનમાં ચેમ્પિયન બનેલી આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઓક્શન પહેલા મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો છે. ગુજરાતે ટ્રેડ દરમિયાન હાર્દિકની કેશ ડીલ કરી જેથી તેની પાસે 38 કરોડ રૂપિયાથી વધુ જમા થઇ ગયા છે. 

શુભમન ગિલ બન્યો હતો ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સે હવે શુભમન ગિલને ટીમનો નવી કેપ્ટન બનાવ્યો છે, પરંતુ હવે મોટો પ્રશ્ન એ છે કે આ ટીમ હાર્દિકની ખોટ કેવી રીતે પૂરી કરશે? હાર્દિકની ખોટ પૂરી કરવા મેટ ફ્રેન્ચાઈઝીની નજર કેવા ખેલાડીઓ પર રહેશે? IPL 2024ના ઓકશનમાં ગુજરાત ટાઈટન્સની સૌથી મોટી રણનીતિ હાર્દિકની જગ્યા ભરવાની રહેશે. જેના માટે તે 10-15 કરોડથી વધુ ખર્ચ કરી શકે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ ઓકશનમાં હાર્દિક જેવો ખેલાડી ઉપલબ્ધ છે.

આ ખેલાડીઓને કરી શકે છે ટીમમાં સામેલ

ઓક્શનમાં આ વખતે હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર અને કેપ્ટન ઉપલબ્ધ નથી, પરંતુ અઝમતુલ્લા ઉમરઝાઈ, ક્રિસ વોક્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, જેમ્સ નીશમ, ડ્વેન પ્રિટોરિયસ એવા કેટલાક ખેલાડીઓ છે, જે હાર્દિક જેવી ભૂમિકા ભજવી શકે છે. જો કે ગુજરાત ટાઈટન્સ પાસે વિદેશી ખેલાડીઓ માટે માત્ર 2 સ્લોટ ખાલી છે.

ફાસ્ટ બોલર્સ પર રહેશે નજર

ગુજરાતે આ વખતે અલ્ઝારી જોસેફ, યશ દયાલ અને શિવમ જેવા ફાસ્ટ બોલરને રિલીઝ કરી દીધા છે. જેથી ગુજરાતની નજર ભારતીય અથવા વિદેશી ફાસ્ટ બોલર પર પણ રહેવાની છે. જેના માટે ગુજરાત પેટ કમિન્સ, ગેરાલ્ડ કોએત્ઝી, કાર્તિક ત્યાગી, ઉમેશ યાદવ અને મિચેલ સ્ટાર્કને ટાર્ગેટ કરી શકે છે અને આ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટી રકમ પણ ચૂકવી શકે છે.

એક વિકેટકીપર પણ શોધી શકે છે ગુજરાત

ગુજરાત ટાઈટન્સ પાસે સ્પિન બોલર્સ તરીકે રાશિદ ખાન, નૂર અહેમદ અને આર. સાઈ કિશોર જેવા ખેલાડીઓ છે. જેથી તેઓ સ્પિનર્સ પર વધુ ધ્યાન આપશે નહીં. જો કે ગુજરાતે કે.એસ ભારતને રિલીઝ કરી દીધો છે જેથી તે રિદ્ધિમાન સાહાના બેકઅપ તરીકે ગુજરાતની ટીમમાં એક વિકેટકીપર પણ શોધી શકે છે. 

સૌથી વધુ રૂપિયા સાથે ઓક્શનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સ, હાર્દિકની જગ્યા કોણ લશે? જાણો આખી સ્ટ્રેટજી 2 - image


Google NewsGoogle News