IPL Auction 2024 : આ દેશમાં બિડિંગ થવાની સંભવાના, 15થી 19મી ડિસેમ્બરની વચ્ચે યોજાઈ શકે ઓક્શન

ગયા વર્ષે કોચીમાં બિડિંગ હાથ ધરવામાં આવી હતી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
IPL Auction 2024 : આ દેશમાં બિડિંગ થવાની સંભવાના, 15થી 19મી ડિસેમ્બરની વચ્ચે યોજાઈ શકે ઓક્શન 1 - image
Image:Twitter

IPL Auction Date And Venue : દુનિયા સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક એવી IPL ક્રિકેટ લીગની રાહ દરેક ક્રિકેટ ફેન્સ જોઈ રહ્યો છે. ODI World Cup 2023ના સમાપ્ત થયા બાદ દરેક ક્રિકેટ ફેન્સ IPL શરુ થવાની રાહ જોશે. આવામાં IPLને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

આ તારીખે થઇ શકે છે બિડિંગ

મળેલા અહેવાલ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓ માટે બિડિંગ દુબઈમાં યોજાય તેવી શક્યતા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બિડિંગ 15થી 19 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે. જો કે BCCI દ્વારા ફ્રેન્ચાઈઝીઓને કોઈ ઔપચારિક સૂચના મોકલવામાં આવી નથી. મળેલા અહેવાલો મુજબ બિડિંગ દુબઈમાં આયોજિત થઇ શકે છે. BCCIએ ગયા વર્ષની હરાજી ઈસ્તાંબુલમાં યોજવાનું વિચાર્યું હતું પરંતુ બાદમાં કોચીમાં બિડિંગ હાથ ધરવામાં આવી હતી. 

ટીમો આવા ખેલાડીઓને કરી શકે છે રિલીઝ

ટ્રેડિંગ વિન્ડો હાલમાં ખુલ્લી છે, પરંતુ હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝીસ વચ્ચે ખેલાડીઓની અદલા-બદલીના કોઈ અહેવાલ મળ્યા નથી. આ વખતે ત્રણ વર્ષની વિન્ડોનું છેલ્લું વર્ષ છે, તેથી કયા પ્રકારનું ટ્રેડિંગ થશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટીમો એવા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે જેઓ સારૂ પ્રદર્શન ન કરી રહ્યાં હોય અને ઉચ્ચ પગાર ધરાવતા હોય.

IPL Auction 2024 : આ દેશમાં બિડિંગ થવાની સંભવાના, 15થી 19મી ડિસેમ્બરની વચ્ચે યોજાઈ શકે ઓક્શન 2 - image


Google NewsGoogle News