IPL 2024 : ઓક્શન પહેલા BCCIએ તૈયાર કર્યો મેગા પ્લાન, હવે અનકેપ્ડ ખેલાડીઓ પણ થશે માલામાલ!
IPL 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે
ખેલાડીઓની હરાજીનું આયોજન આવતીકાલે દુબઈમાં થવાનું છે
Image:Social Media |
IPL Auction 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન આવતીકાલે દુબઈમાં થવાનું છે. IPLની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા છે. IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે. IPLના મિની ઓક્શન પહેલા BCCIએ એક મોટું પગલું લીધું છે.
અનકેપ્ડ ખેલાડીઓ માટે BCCIની નવી યોજના
BCCI અનકેપ્ડ ખેલાડીઓ માટે એક પ્રોત્સાહન યોજના શરુ કરવા જઈ રહ્યું છે. આ યોજનાનો હેતુ અનકેપ્ડ ભારતીય પ્લેયર્સની સેલેરીમાં વધારો કરવો છે. જે અનકેપ્ડ ભારતીય ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા નથી મળતી તો તેને શરૂઆતના વર્ષમાં માત્ર મેચ ફીસ જ મળે છે. હવે અનકેપ્ડ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તેમને આ ઇન્સેન્ટીવ પ્લાન મુજબ IPLની ટીમો તરફથી વધુ સેલેરી મળશે.
શું છે BCCIનો નવો નિયમ
અત્યાર સુધી જે અનકેપ્ડ ખેલાડી IPL ઓક્શનમાં જે કિંમતે ખરીદવામાં આવતો હતો તેણે ત્રણ વર્ષ સુધી એટલી જ સેલેરી મળતી હતી. પરંતુ હવે નવા નિયમો મુજબ IPL ઓક્શનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે ખરીદવામાં આવેલો ખેલાડી એક સિઝનથી બીજી સિઝન દરમિયાન જેટલી ઇન્ટરનેશનલ મેચ રમશે તેની સેલેરી ફ્રેન્ચાઈઝીને તે મુજબ વધારવી પડશે. દાખલા તરીકે જો કોઈ ખેલાડી ઓક્શનમાં 50 લાખથી ઓછી કિંમતે વેચાયો છે અને પછી તે ઓછામાં ઓછી એક ઇન્ટરનેશનલ મેચ રમે છે તો ફ્રેન્ચાઈઝી તેની સેલેરી વધારીને 50 લાખ કરશે. જો તે ખેલાડી 5થી 9 મેચ રમે છે તો ફ્રેન્ચાઈઝીને તેની સેલેરી 75 લાખ રૂપિયા કરવી પડશે. જો ખેલાડી બે IPL સિઝન વચ્ચે 10 ઇન્ટરનેશનલ મેચ રમે છે તો તેની સેલેરી 1 કરોડ રૂપિયા કરવામાં આવશે.
લીસ્ટમાં 116 અનકેપ્ડ, 215 કેપ્ડ અને 2 એસોસિએટ ખેલાડીઓ સામેલ
IPL 2024ના ઓક્શન માટે 333 ખેલાડીઓની લીસ્ટમાં 116 અનકેપ્ડ, 215 કેપ્ડ અને 2 એસોસિએટ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ મિની ઓક્શનમાં કુલ 119 વિદેશી ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ 25 છે. તે પછી ઓસ્ટ્રેલિયાના 21 અને સાઉથ આફ્રિકાના 18 ખેલાડીઓ સામેલ છે. જયારે વેસ્ટ ઇન્ડિઝના 16, ન્યુઝીલેન્ડના 14, શ્રીલંકાના 8, અફઘાનિસ્તાનના 10, બાંગ્લાદેશના 3, ઝિમ્બાબ્વેના 2, નેધરલેન્ડ્સ અને નામિબિયાના 1-1 ખેલાડી પણ આ મિની ઓક્શનમાં સામેલ થવાના છે. જો કે ફાઈનલ ઓક્શનમાં 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી શકે છે, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 રહેવાની છે.