વિવાદ બાદ કે.એલ. રાહુલ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં? પત્ની અથિયા શેટ્ટીની પોસ્ટથી અટકળો વધી

Updated: May 15th, 2024


Google NewsGoogle News
વિવાદ બાદ કે.એલ. રાહુલ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં? પત્ની અથિયા શેટ્ટીની પોસ્ટથી અટકળો વધી 1 - image


Athiya Shetty on KL Rahul- LSG Owner: IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ તેની રમત કરતાં વધુ વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. લખનઉ સુપર જાયન્ટ્સની છેલ્લી મેચમાં ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં લખનઉને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી, રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચેની ગુસ્સામાં વાતચીતનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગોએન્કાના હાવભાવથી લાગી રહ્યુ હતું કે મેચ હાર્યા બાદ તે કેપ્ટન કેએલ રાહુલ પર રોષ ઠાલવી રહ્યા છે. કેએલ રાહુલ શાંત રહીને આખી વાત સાંભળતો નજર આવ્યો. જો કે આ ઘટના બાદ સંજીવ ગોયંકાએ 13 મેના રોજ ટીમના કેપ્ટન કેએલ રાહુલ માટે ડિનરનું આયોજન કર્યું હતું અને બંને ઉત્સાહભેર મળ્યા હતા.

સહાયક કોચ લાન્સ ક્લુઝનરે વિવાદ ઠારવાનો પ્રયાસ કર્યો 

આ વીડિયો સામે આવ્યા બાદ કેએલ રાહુલના ફેન્સ તેને ટીમ છોડવાની અપીલ કરી રહ્યા છે. તેમજ લખનઉ સુપર જાયન્ટ્સના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે વિવાદ ઠારવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, ‘આ બે ક્રિકેટપ્રેમીઓ વચ્ચેની વાતચીત હતી અને તેને તેમાં કંઈ ખોટું દેખાતું નથી.’ 

આ ઘટના પછી કેએલ રાહુલે પણ એક વીડિયો જાહેર કરીને તેના ચાહકોને મેચ જોવાની અપીલ કરી હતી. પરંતુ તેમણે સંજીવ ગોએન્કા સાથેના વિવાદ પર કંઈ કહ્યું ન હતું. વીડિયો વાયરલ થયા બાદ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ 13 મેના રોજ ટીમના કેપ્ટન કેએલ રાહુલ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં સંજીવ ગોએન્કા કેએલ રાહુલને ગળે મળીને સારી રીતે મળ્યા હતા.આ મીટિંગ દરમિયાન કેએલ રાહુલ પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો.

વિવાદ બાદ કે.એલ. રાહુલ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં? પત્ની અથિયા શેટ્ટીની પોસ્ટથી અટકળો વધી 2 - image

અથિયા શેટ્ટીએ પણ પ્રતિક્રિયા આપી હતી

કેએલ રાહુલની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આથિયાએ તાજેતરમાં સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલના વિવાદનો ઉલ્લેખ કર્યા વિના માત્ર એક લાઇન લખી છે, જે ઘણું કહી જાય છે. તેણે લખ્યું - તોફાન પછી શાંતિ...(the calm after the strom) અથિયાના નિવેદન પર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આઈપીએલ 2024 સમાપ્ત થયા બાદ કેએલ રાહુલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

વિવાદ બાદ કે.એલ. રાહુલ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં? પત્ની અથિયા શેટ્ટીની પોસ્ટથી અટકળો વધી 3 - image



Google NewsGoogle News