Get The App

IPL 2024 : કોહલીએ ચાલુ મેચમાં ગુમાવ્યો પિત્તો, CSKના ખેલાડીને કહ્યા 'અપશબ્દ'

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
IPL 2024 : કોહલીએ ચાલુ મેચમાં ગુમાવ્યો પિત્તો, CSKના ખેલાડીને કહ્યા 'અપશબ્દ' 1 - image


નવી મુંબઇ,તા. 23 માર્ચ 2024,શનિવાર 

Virat Kohli vs Rachin Ravindra: ચેન્નાઈ વિ. બેંગ્લોરની મેચ સાથે IPL 2024ની શાનદાર શરૂઆત થઈ છે. જોકે આ ઓપનિંગ મેચમાં જ અનેક રેકોર્ડ તૂટ્યાં છે તો અનેક શરમજનક રેકોર્ડ બન્યાં છે. આ ઓપનિંગ મેચમાં ફરી લેજન્ડ માહીનો રોકેટ થ્રો પણ જોવા મળ્યો તો કોહલીની અગ્રેસીવનેસ પણ મેદાન પર જોવા મળી છે. જોકે ઈવેન્ટફૂલ રહેલ આ મેચમાં ચેન્નાઈએ RCBને 6 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનું બેટ આ મેચમાં શાંત રહ્યું હતુ. તે 19 બોલમાં માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. જોકે IPLમાં ડેબ્યુ કરી રહેલા ખેલાડીઓને ગાળો ભાંડતો કોહલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પ્રથમ મેચમાં બે-ત્રણ કિસ્સામાં સામસામી બોલાચાલી અને ગરમાગરમી જોવા મળી હતી. એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કિંગ કોહલીએ જાહેરમાં રચિન રવિન્દ્ર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. 

કોહલીએ લાઈવ મેચમાં રચિનને ગાળો આપી :

ન્યૂઝીલેન્ડના યુવા અને સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ ચેન્નાઈ તરફથી આરસીબી સામે રમતા આ મેચમાં IPL ડેબ્યૂ કર્યું હતું. રવિન્દ્રએ પ્રથમ મેચમાં જ પોતાની છાપ છોડી હતી. તેણે 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રન ફટકાર્યા હતા અને CSKને મજબૂત સ્થિતિમાં મુકી હતી. જોકે અંતે તે અનુભવી ભારતીય લેગ સ્પિનર કર્ણ શર્માનો શિકાર બન્યો હતો.

રચિન રવિન્દ્રની વિકેટ સાથે જ બાઉન્ડ્રી પર ઉભેલા વિરાટ કોહલીની આક્રમકતા સામે આવી હતી. બાઉન્ડ્રી પર ઊભેલા કોહલીએ રચિન રવિન્દ્રને ડગઆઉટમાં જવાનો ઈશારો કર્યો અને વીડિયોમાં જોઈ શકાયા લિપસિંગ અનુસાર તે અપશબ્દોનો પણ ઉપયોગ કરતો જણાય છે.

ચેપોકમાં RCBનો કંગાળ દેખાવ યથાવત :

રસપ્રદ વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર MA ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોકમાં એકપણ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી નથી શકી. બેંગ્લોરે છેલ્લે 2008માં ચેપોકમાં ચેન્નાઈને હરાવ્યું હતું. ત્યારથી આ શરમજનક રેકોર્ડ શરમજનક રેકોર્ડ RCBનો પીછો જ નથી છોડી રહ્યું. 

શુક્રવારની મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા RCBએ ચેન્નાઈને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને CSKએ 18.4 ઓવરમાં 6 વિકેટે હાંસલ કરી લીધો હતો.


Google NewsGoogle News