Get The App

IPL 2024: આન્દ્રે રસેલ અને હેનરિક ક્લાસેને મચાવ્યો કહેર, KKR-SRH મેચમાં બન્યા આ 8 રેકોર્ડ

- KKR એ SRHને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેની સામે હૈદરાબાદની ટીમ 7 વિકેટે 204 રન કરી શકી હતી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
IPL 2024: આન્દ્રે રસેલ અને હેનરિક ક્લાસેને મચાવ્યો કહેર, KKR-SRH મેચમાં બન્યા આ 8 રેકોર્ડ 1 - image


નવી દિલ્હી, તા. 24 માર્ચ 2024, રવિવાર

IPL 2024, KKR vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની એક રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને ચાર રનથી પરાજય આપ્યો હતો. ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં KKR એ SRHને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેની સામે હૈદરાબાદની ટીમ 7 વિકેટે 204 રન કરી શકી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેને 29 બોલમાં 63 રન બનાવ્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહતો. આ મેચમાં આન્દ્રે રસેલે KKR માટે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 63 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ છે.

આ ઈનિંગ દરમિયાન રસેલે તેની IPL કરિયરમાં 200 છગ્ગા પૂરા કરી લીધા હતા. રસેલ આ ઉપલબ્ધિ હાંસલ કરનાર નવમો ખેલાડી છે. જોકે, રસેલે સૌથી ઓછી આઈપીએલ ઈનિંગ્સમાં 200 છગ્ગા ફટકાર્યા છે. તેણે ક્રિસ ગેલ, મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બાદમાં રસેલે બોલિંગ કરતા બે વિકેટ પણ ઝડપી હતી. રસેલે 9મી વખત કોઈ IPL મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા અને વિકેટ પણ ઝડપી.

IPLમાં 200 કે તેથી વધુ છગ્ગા

357- ક્રિસ ગેલ (141 ઈનિંગ્સ)

257- રોહિત શર્મા (238 ઈનિંગ્સ)

251- એબી ડીવિલિયર્સ (170 ઈનિંગ્સ)

239- એમએસ ધોની (218 ઈનિંગ્સ)

235- વિરાટ કોહલી (230 ઈનિંગ્સ)

228- ડેવિડ વોર્નર (177 ઈનિંગ્સ)

223- કિરોન પોલાર્ડ (171 ઈનિંગ્સ)

203- સુરેશ રૈના (200 ઈનિંગ્સ)

200- આન્દ્રે રસેલ (97 ઈનિંગ્સ)

સૌથી વધુ વખત 50 પ્લસ રન અને એક વિકેટ (IPL)

9- આન્દ્રે રસેલ

8- શોન વોટસન

8- જૈક્સ કેલિસ 

6- સુરેશ રૈના

6- કીરોન પોલાર્ડ

હેનરિક ક્લાસેને પોતાની ઈનિંગ્સમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા. ક્લાસેન હવે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કોઈ IPL ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. એટલું જ નહીં ક્લાસેન કોઈપણ IPL ઈનિંગ્સમાં ચોગ્ગા વગર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ક્લાસેને પોતાની ઈનિંગ્સમાં 8 છગ્ગા ફટકાર્યા હતા પરંતુ આ મેચમાં તેણે એક પણ ચોગ્ગો નહોતો ફટકાર્યો. સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ્સમાં કુલ 15 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા જે કોઈપણ IPL મેચમાં આ ટીમ માટે સૌથી વધુ છે.

એક IPL ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા (SRH)

15 vs કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2024

13 vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હૈદરાબાદ, 2019

13 vs રાજસ્થાન રોયલ્સ, જયપુર, 2023

12 vs પંજાબ કિંગ્સ, હૈદરાબાદ, 2014

12 vs ચેન્નાઈ સુપર કિંગ્સ, હૈદરાબાદ, 2018

12 vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બેંગલુરુ, 2018

SRH માટે એક IPL ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

8- ડેવિડ વોર્નર vs કેકેઆર, હૈદરાબાદ, 2017

8- મનીષ પાંડે vs આરઆર, દુબઈ, 2020

8- હેનરિક ક્લાસેન vs કેકેઆર, કોલકાતા, 2024

7- નમન ઓઝા vs પંજાબ કિંગ્સ, હૈદરાબાદ, 2014

7- જોની બેરસ્ટો vs આરસીબી, હૈદરાબાદ, 2019

કોઈ એક આઈપીએલ ઈનિંગમાં કોઈ પણ ચોગ્ગા વિના સૌથી વધુ છગ્ગા

8- હેનરિક ક્લાસેન (SRH) vs KKR, કોલકાતા, 2024

7- નીતિશ રાણા (MI) vs પંજાબ કિંગ્સ, ઈન્દોર, 2017

7- સંજુ સેમસન (DC) vs ગુજરાત લાયન્સ, દિલ્હી, 2017

7- રાહુલ તેવટિયા (RR) vs પંજાબ કિંગ્સ, શારજાહ, 2020

ફિલ સાલ્ટે KKR માટે IPL ડેબ્યૂમાં 54 રનોની ઈનિંગ રમી હતી. KKR માટે IPL ડેબ્યૂમાં કોઈ પણ ખેલાડીનો આ પાંચમો બેસ્ટ સ્કોર હતો. આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ વચ્ચે સાતમી વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ રહી હતી. IPLમાં KKR માટે સાતમી કે તેનાથી ઓછી વિકેટ માટે આ સૌથી મોટી પાર્ટનરશિપ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી 4 ઓવરમાં 71 રન બનાવ્યા હતા જે IPL મેચમાં ચેઝ દરમિયાન છેલ્લી 4 ઓવરમાં બનાવવામાં આવેલા બીજા સૌથી વધુ રન રહ્યા હતા.

IPL રન-ચેઝ દરમિયાન છેલ્લી 4 ઓવરોમાં સૌથી વધુ રન

79- MI vs RCB, દુબઈ, 2020

71- SRH vs KKR, કોલકાતા, 2024

70- CSK વિ SRH, દુબઈ, 2020

68- SRH vs RR, પુણે, 2022

67- CSK vs RCB, ચેન્નાઈ, 2012

67- MI vs SRH, મુંબઈ, 2013

KKR માટે ડેબ્યૂ પર સૌથી વધુ સ્કોર (IPL)

158* બ્રેન્ડન મેક્કુલમ vs આરસીબી બેંગલુરુ 2008

64 મનીષ પાંડે vs એમઆઈ અબુ ધાબી 2014

58* ઓવૈસ શાહ vs ડેક્કન ચાર્જર્સ, મુંબઈ 2010

54 જૈક્સ કૈલિસ vs સીએસકે ચેન્નાઈ 2011

54 ફિલ સોલ્ટ vs એસઆરએચ કોલકાતા 2024

7મી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ (IPL)

100- હરભજન સિંહ અને જગદીશ સુચિથ (MI vs પંજાબ કિંગ્સ), મુંબઈ, 2015

91- ક્રિસ મોરિસ અને કગિસો રબાડા (DC vs મુંબઈ ઈન્ડિયન્સ), મુંબઈ, 2017

88*- રાશિદ ખાન અને અલ્ઝારી જોસેફ (GT vs મુંબઈ ઈન્ડિયન્સ), મુંબઈ, 2023

81- આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ (KKR vs સનરાઈઝર્સ હૈદરાબાદ), કોલકાતા, 2024

78- ઈઓન મોર્ગન અને રાહુલ ત્રિપાઠી (KKR vs દિલ્હી કેપિટલ્સ), શારજાહ, 2020


Google NewsGoogle News