IPL શરૂ થાય તે પહેલા વધુ ટીમને ઝટકો, ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીએ આખી સીઝનમાંથી પરત લીધું નામ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
IPL શરૂ થાય તે પહેલા વધુ ટીમને ઝટકો, ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીએ આખી સીઝનમાંથી પરત લીધું નામ 1 - image


IPL 2024: આ ટુર્નામેન્ટ આજ સાંજથી શરૂ થવાની છે. સવારે એક મોટી માહિતી સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાના એક મજબૂત ખેલાડીએ આખી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ પહેલા ઈંગ્લેન્ડના 5 મોટા ખેલાડીઓએ એક પછી એક પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. હવે આ યાદીમાં એક ઓસ્ટ્રેલિયાના ખેલાડીનું નામ પણ જોડાઈ ગયું છે. આ ખેલાડીએ પણ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે.

કોણ છે તે ખેલાડી ?

ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પાએ ગુરુવારે રાત્રે અચાનક IPL 17માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેના મેનેજર દ્વારા જાણવા મળ્યું કે તે અંગત કારણોસર આખી સિઝન રમશે નહીં. નોંધનીય છે કે ડિસેમ્બરમાં યોજાયેલી હરાજી પહેલા જ ઝમ્પાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 1.5 કરોડમાં રિટેન કર્યો હતો. પરંતુ અચાનક આ રીતે પોતાનું નામ પાછું ખેંચીને તેણે ફ્રેન્ચાઈઝી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આરઆરને બેવડો ફટકો પડ્યો

જો કે રોયલ્સ પાસે અશ્વિન અને ચહલના રૂપમાં બે બેસ્ટ સ્પિનરો છે. પરંતુ ઝમ્પાની શૈલી અલગ છે. તેણે ગત સિઝનમાં 6 મેચ રમીને 8 વિકેટ ઝડપી હતી. આ પહેલા તે RCB અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સનો પણ ભાગ રહી ચૂક્યો છે. રાજસ્થાનની વાત કરીએ તો તેમના માટે આ બીજો ફટકો છે. આ પહેલા ઝડપી બોલર કૃષ્ણને ઈજા થતા તે આખી સિઝનમાંથી બહાર હતો. ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી બંનેના સ્થાનની જાહેરાત કરી નથી.

રાજસ્થાન રોયલ્સના પ્રથમ ફેઝનું શેડ્યુલ

24 માર્ચ- લખનૌ સુપર જાયન્ટ્સ સામે 

28 માર્ચ-દિલ્હી કેપિટલ્સ સામે 

1 એપ્રિલ- રાજસ્થાન રોયલ્સ સામે 

6 એપ્રિલ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે

રાજસ્થાન રોયલ્સ ટીમ

સંજુ સેમસન (કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, યશસ્વી જયસ્વાલ, કુલદીપ સેન, સંદીપ શર્મા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શુબમન દુબે, નંદ્રે બર્જર, ટોમ કોલ્હેર કેડમોર, આબિદ મુશ્તાક, કુણાલ સિંહ રાઠોડ. જોસ બટલર, ટ્રેન્ટ બોલ્ટ, શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા.

IPL શરૂ થાય તે પહેલા વધુ ટીમને ઝટકો, ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીએ આખી સીઝનમાંથી પરત લીધું નામ 2 - image



Google NewsGoogle News