IPL Auction 2024: હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી

IPL 2024 માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થશે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
IPL Auction 2024: હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી 1 - image
Image:FilePhoto

IPL Auction 2024 : IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બેઝ પ્રાઈઝ નક્કી કોણ કરે છે ? આ ઉપરાંત તે પણ જાણીશું કે કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડી કોણ હોય છે.

કોણ નક્કી કરે છે ખેલાડીઓની બેઝ પ્રાઈઝ

કોઈપણ ખેલાડીની બેઝ પ્રાઈઝ તે કિંમત હોય છે જ્યાંથી ઓક્શનમાં તેની બોલી શરુ થાય છે. ધારો કે કોઈ ખેલાડીની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે તો ઓક્શનમાં તે ખેલાડીની બોલી 50 લાખ રૂપિયાથી શરુ થશે. આનાથી આગળ તેની કિંમત કોઈપણ હદ સુધી જઈ શકે છે, પરંતુ તેનાથી ઓછી કિંમતમાં ખેલાડી ખરીદી શકાતા નથી. જો આપણે બેઝ પ્રાઈઝ નક્કી કરવાની વાત કરીએ તો તે બેઝ પ્રાઈઝ ખેલાડી પોતે નક્કી કરે છે. બેઝ પ્રાઈઝ સાથે ખેલાડીઓ NOC પણ લે છે અને BCCIને સબમિટ કરે છે. કોઈપણ ખેલાડીની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. એવા ઘણા ઓછા ખેલાડીઓ છે જેઓ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરે છે.

કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડી

IPL 2024ના ઓક્શનમાં કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે ખેલાડીઓ પોતાના દેશ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુક્યા છે તેવાં ખેલાડીઓને કેપ્ડ ખેલાડીઓ અને જે ખેલાડીઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યું તેવાં ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓ કહેવામાં આવે છે. આ વખતે 1166 ખેલાડીઓમાંથી 830 ખેલાડીઓ ભારતીય અને 336 વિદેશી ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલાંક ખેલાડીઓમાં 45 એસોસિએટ દેશોના ખેલાડી છે. આ ઉપરાંત 909 અનકેપ્ડ અને 18 કેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ 909 અનકેપ્ડ ખેલાડીઓમાં 812 ભારતીય સામેલ છે.

IPL 2024 માટે રૂ. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન, સીન એબોટ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, મુસ્તાફિઝુર રહેમાન, ટોમ બેન્ટન, હેરી બ્રુક, બેન ડકેટ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, લોકી ફર્ગ્યુસન, ગેરાલ્ડ કોએત્ઝી, રિલે રોસોવ, રાસી વેન ડર ડુસેન, એન્જેલો મેથ્યુઝ

IPL 2024 માટે રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ

મોહમ્મદ નબી, મોઈસેસ હેનરિક્સ, ક્રિસ લિન, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, ડેનિયલ વોરલ, ટોમ કરન, મર્ચન્ટ ડી લેંગ, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, ફિલ સોલ્ટ, કોરી એન્ડરસન, કોલિન મુનરો, જિમી નીશમ, ટિમ સાઉથી, કોલિન ઇન્ગ્રામ, વાનિન્દુ હસરંગા, જેસન હોલ્ડર, શેરફેન રધરફોર્ડ

IPL 2024 માટે રૂ. 1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ

એશ્ટન એગર, રિલે મેરેડિથ, ડાર્સી શોર્ટ, એશ્ટન ટર્નર, ગસ એટકિન્સન, સેમ બિલિંગ્સ, માઈકલ બ્રેસવેલ, માર્ટિન ગપ્ટિલ, કાયલ જેમીસન, એડમ મિલ્ને, ડેરલ મિચેલ, વેઈન પાર્નેલ, ડેવલ્ડ પ્રિટોરિયસ, અલ્ઝારી જોસેફ, રોવમેન પોવેલ, ડેવિડ વિઝ

IPL Auction 2024: હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી 2 - image


Google NewsGoogle News