IPL 2023 : રસેલની તોફાની બેટીંગ બાદ કોલકાતાનો પંજાબ સામે 3 વિકેટે વિજય, નિતિશ રાણાની ફિફ્ટી

પંજાબનો સ્કોર : 20 ઓવરમાં 179/7, શિખર ધવનના 57 રન, શાહરુખ ખાનના 21 રન, KKR તરફથી વરુણ ચક્રવર્તીની 3 વિકેટ

કોલકાતાનો સ્કોર : 20 ઓવરમાં 182/5, નિતિશ રાણાના 51 રન, આંદ્રે રસેલના 42 રન, PKBS તરફથી રાહુલ ચહરની 2 વિકેટ

Updated: May 8th, 2023


Google NewsGoogle News
IPL 2023 : રસેલની તોફાની બેટીંગ બાદ કોલકાતાનો પંજાબ સામે 3 વિકેટે વિજય, નિતિશ રાણાની ફિફ્ટી 1 - image

કોલકાતા, તા.8 મે-2023, સોમવાર

IPL-2023માં આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પંજાબ કિંગ સામે 3 વિકેટે વિજય થયો છે. પંજાબે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 182 રન નોંધાવતા તેનો 3 વિકેટે વિજય થયો છે. કેપ્ટન નિતિશ રાણીની ફિફ્ટી અને આંદ્રે રસેલની તોફાની બેટીંગ અને વરુણ ચક્રવર્તીની શ્રેષ્ઠ બોલીંગના કારણે કોલકાતાનો વિજય થયો છે. આ અગાઉ પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવને ફિફ્ટી ફટકારી હતી, જોકે ધવનની મહેનત એડે ગઈ હતી. આ અગાઉ પંજાબે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL-2023 Live Scorecard

કેપ્ટનની ફિફ્ટી, રસેલની તોફાની બેટીંગે કોલકાતાને જીત અપાવી

કોલકાતા તરફથી કેપ્ટન નિતિશ રાણાએ 38 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 51 રન ફટકારી ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે મિડલમાં આવેલા આંદ્રે રસેલે પણ તોફાની બેટીંગ કરી બાજી સંભાળતા ટીમને જીત અપાવી હતી. કોલકાતા તરફથી જેસન રોયે 38 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 15 રન, વેંકટેશ્વર ઐયરે 11 રન, આંદ્રે રસેલે 22 બોલમાં 3 ફોર અને 3 સિક્સ સાથે 42 રન જ્યારે રિંકુ સિંઘે 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 21 રન નોંધાવ્યા હતા.

PBKS તરફથી ચહરની 2 વિકેટ

પંજાબ તરફથી રાહુલ ચહરે 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી, જ્યારે નાથન એલીસ અને હરપ્રિત બ્રારે 1-1 વિકેટ ઝડપી હતી.

પંજાબ તરફથી માત્ર શિખરનું શ્રેષ્ઠ પ્રદર્શન

કેપ્ટન શિખર ધવને શ્રેષ્ઠ બેટીંગ કરતા પંજાબની ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી, જોકે સામે વરુણ ચક્રવર્તીએ પણ શાનદાર બોલીંગ કરતા વધુ મોટો સ્કોર કરવામાં પંજાબને અટકાવ્યું હતું. પંજાબ તરફથી ધવને 47 બોલમાં 9 ફોર અને 1 સિક્સ સાથે 57 રન, જ્યારે પ્રભસિમરન સિંઘે 12 રન, ભાનુકા રાજપક્સેએ 0 રન, લિયામ લિવિંગસ્ટોને 15 રન, જીતેશ શર્મઆએ 21 રન, સેમ કુરને 4 રન, રિષિ ધવને 19 રન, એમ.શાહરૂક ખાને 8 બોલમાં અણનમ 21 રન અને હરપ્રિત બ્રારે 9 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.

KKR તરફથી ચક્રવર્તી છવાયો

આજે કોલકાતા ટીમનો બોલર વરુણ ચક્રવર્તી ફુલ ફોર્મમાં જોવા મળ્યો હતો. વરુણ 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ મેળવી હતી. હર્ષિત રાનાએ પણ શ્રેષ્ઠ બોલીંગ કરી 2 વિકેટ ઝડપી હતી. સુયેશ શર્મા અને નિતિશ રાણાએ 1-1 વિકેટ ખેરવી હતી.

બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી

કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી છે. 10 મેચમાંથી 5 મેચ જીત સાથે પંજાબની ટીમના પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ છે. જો પંજાબ આજની મેચ હારી જશે તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 6 મેચ હારનાર ટીમોની યાદીમાં સામેલ થઈ જશે. હૈદરાબાદ, દિલ્હી અને કોલકાતાની ટીમો IPL-2023માં સૌથી વધુ 6 મેચ હારી છે. આ સાથે જ કોલકાતા જો હારશે તો આ ટૂર્નામેન્ટમાં 7 મેચ હારનારી પ્રથમ ટીમ બની જશે. આવી સ્થિતિમાં બંને ટીમો જીતવા અને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ પ્રયત્નો કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સે રાજસ્થાનને પણ હરાવ્યું હતું. જોકે ત્યારબાદ ટીમ જીત-હાર વચ્ચે અટવાઈ ગઈ છે. છેલ્લી મેચમાં પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું હતું. 

પંજાબ કિંગ અને કોલાકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ-11

પંજાબે જીત્યો ટોસ

પંજાબ કિંગની ટીમના કેપ્ટન શિખર ધવને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નિતિશ રાણા સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.

કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી

કોલકાતા અને પંજાબ બંને ટીમો માટે આજની મેચ જીતવી જરૂરી છે. 10 મેચમાંથી 5 મેચ જીત સાથે પંજાબની ટીમના પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ છે. જો પંજાબ આજની મેચ હારી જશે તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 6 મેચ હારનાર ટીમોની યાદીમાં સામેલ થઈ જશે. હૈદરાબાદ, દિલ્હી અને કોલકાતાની ટીમો IPL-2023માં સૌથી વધુ 6 મેચ હારી છે. આ સાથે જ કોલકાતા જો હારશે તો આ ટૂર્નામેન્ટમાં 7 મેચ હારનારી પ્રથમ ટીમ બની જશે. આવી સ્થિતિમાં બંને ટીમો જીતવા અને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ પ્રયત્નો કરશે. પ્રથમ મેચમાં કોલકાતાને હરાવ્યા બાદ પંજાબ કિંગ્સે રાજસ્થાનને પણ હરાવ્યું હતું. જોકે ત્યારબાદ ટીમ જીત-હાર વચ્ચે અટવાઈ ગઈ છે. છેલ્લી મેચમાં પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું હતું. 

કોલકાતા જીતની ગતિ જાળવી રાખવા માંગશે

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. નીતિશ રાણાની કપ્તાનીમાં આ ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પછી કોલકાતાએ 2 મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ 4 મેચ હારી હતી. ત્યારબાદ કોલકાતાએ 3માંથી 2 મેચ જીતી છે. છેલ્લી મેચમાં આ ટીમે હૈદરાબાદને પાંચ રનથી હરાવ્યું હતું. આ મેચમાં પણ આ ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ

એન જગદીશન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વેઈસ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

પંજાબ કિંગ્સની ટીમ

પ્રભસિમરન સિંઘ, શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટ-કીપર), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.


Google NewsGoogle News