ટીમ ઈન્ડિયામાં આંતરિક ખેંચતાણ! રોહિત પર ઊઠતાં સવાલો વચ્ચે સિનિયર ખેલાડીને બનવું છે કેપ્ટન
Image: Facebook
Team India: બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની કેપ્ટનશિપ અને તેની ટીમમાં જગ્યા પર સવાલ ઉઠી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ્યારથી ટીમમાં તેની વાપસી થઈ છે ત્યારથી ભારતે એક પણ મેચ જીતી નથી. પર્થ ટેસ્ટ જીતીને સીરિઝમાં 1-0થી આગળ રહેલી ટીમ ઈન્ડિયા 4 મેચ બાદ હવે 2-1 થી પાછળ રહી છે. ટીમ ઈન્ડિયાના આ નબળા પ્રદર્શનની વચ્ચે ડ્રેસિંગ રૂમથી રિપોર્ટ સામે આવી રહ્યો છે. ટીમમાં અમુક મતભેદ છે અને એક સીનિયર ખેલાડી પોતાને કેપ્ટનશિપના વચગાળાના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે તૈયાર છે.
રિપોર્ટ અનુસાર પર્થ ટેસ્ટ માટે જ્યારે રોહિત શર્મા હાજર નહોતો તો અમુક ખેલાડી કેપ્ટનશિપ પર નજર રાખી રહ્યાં હતા. જે દાવો કરી રહ્યા હતા કે તેમને પ્રવાસ પર કંઈ ખાસ કરવું પડશે. આ દરમિયાન ટીમના એક ખેલાડીએ વચગાળાના કેપ્ટન બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને પોતાને 'મિસ્ટર ફિક્સ-ઈટ' તરીકે રજૂ કર્યો. હજુ સુધી તે ખેલાડીનું નામ તો સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ તે એક સીનિયર ખેલાડી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: રોહિત શર્મા કેપ્ટન છે એટલે રમી રહ્યો છે, બાકી અત્યાર સુધી તો...: ઈરફાન પઠાણનો કટાક્ષ
વર્તમાન ભારતીય સ્ક્વોડમાં ખૂબ ઓછા જ સીનિયર ખેલાડી છે. કેપ્ટન રોહિત શર્મા સિવાય આ લિસ્ટમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જ છે અને એ પણ ખબર પડી કે વચગાળાના કેપ્ટનની ઈચ્છા વ્યક્ત કરનાર 'મિસ્ટર ફિક્સ-ઈટ' ખેલાડીને વિશ્વાસ નથી કે ટીમમાં સામેલ કોઈ પણ યુવાન ખેલાડી કેપ્ટન બનવા માટે તૈયાર છે.
સિડનીમાં છે અંતિમ ટેસ્ટ
ઈન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં 3 જાન્યુઆરીથી રમાવાની છે. WTC ફાઈનલની રેસમાં રહેવા માટે ભારતે દરેક સ્થિતિમાં આ મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ હારશે તો ભારતની WTC ફાઈનલની આશાઓને તો ઝટકો લાગશે જ સાથે જ અમુક ખેલાડીઓના કરિયર પર પણ પૂર્ણ વિરામ લાગી શકે છે.