Get The App

રિંકુએ 5 છગ્ગા મારતાં આ બોલર બીમાર થઇ ગયો હતો, હવે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં મેળવ્યું સ્થાન

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
Yash Dayal get place in Test match


Yash Dayal Get Place In Indian Cricket Test Team: યશ દયાલે આઈપીએલ 2023માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, કારણકે, રિંકુ સિંહે તેમની વિરૂદ્ધ એક ઓવરમાં સતત પાંચ છક્કા માર્યા હતા. ત્યારબાદ ઝડપી બોલર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. તેના માટે આ ઘટના ડિપ્રેશન સમાન હતી, તે બીમાર પડી ગયો હતો. તેનુ અનેક કિગ્રા વજન ઘટી ગયુ હતું.

ખરાબ પર્ફોર્મન્સના કારણે તેને ગુજરાત ટાઈટન્સે પણ બહારનો રસ્તો બતાવ્યો હતો, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ યશ દયાલ પર વિશ્વાસ દર્શાવી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઈપીએલ 2024માં સારૂ પર્ફોર્મન્સ આપ્યું હતું. તે પહેલાં અને બાદમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આકર્ષક પર્ફોર્મન્સ આપતાં તેની પસંદગી ભારતની ટેસ્ટ ટીમ માટે કરવામાં આવી.

આ પણ વાંચોઃ એક મેચમાં ખેરવી 9 વિકેટ: આ ખેલાડીની બોલિંગ સામે પંત પણ ના ચાલ્યો, ટીમમાં એન્ટ્રીનો દાવો મજબૂત

યશ દયાલ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સિરિઝનો હિસ્સો રહ્યો હતો. પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. જો કે, ટેસ્ટ સિરિઝમાં પણ પ્રથમ ઈનિંગ રમવાની તક નહીં મળે, કારણકે, પ્રથમ ઈનિંગમાં ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ રમે તેવી શક્યતા છે, ત્યારબાદ બે સ્પિનર અશ્વિન અને જાડેજા રમતાં જોવા મળી શકે છે. બેટિંગ ડેપ્થમાં અક્ષર પટેલની પસંદગી થઈ છે, તેથી તે પ્રથમ ઈનિંગમાં જોવા મળશે નહીં. બીજી ઈનિંગમાં બુમરાહને આરામ આપવામાં આવે તો યશ દયાલ તથા આકાશ દીપને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

26 વર્ષીય યશ દયાલ દલીપ ટ્રોફી 2024માં રમતો જોવા મળ્યો હતો. બંને ઈનિંગમાં બોલર તરીકે ચાર વિકેટ ઝડપ્યા હતા. ટીમ સિલેક્શન કમિટી માટે આ એક સરપ્રાઈઝ કોલ હતો, કારણકે, તે દાવેદારોની યાદીમાં સામેલ ન હતો. જો કે, અર્શદીપ સિંહે ઈન્ડિયા સી વિરૂદ્ધ બે ઈનિંગમાં 1-1 વિકેટ ઝડપી હતી. તેનુ વનડે સિરિઝમાં પર્ફોર્મન્સ સારૂ ન રહેતાં તેને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો.

રિંકુએ 5 છગ્ગા મારતાં આ બોલર બીમાર થઇ ગયો હતો, હવે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં મેળવ્યું સ્થાન 2 - image


Google NewsGoogle News