Get The App

IND vs AUS : મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ટીમ ઈન્ડિયા 117 રનમાં ઓલઆઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે

વિશાપટ્ટોનમમાં છે બંને ટીમો વચ્ચે ટક્કર

Updated: Mar 19th, 2023


Google NewsGoogle News
IND vs AUS : મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ટીમ ઈન્ડિયા 117 રનમાં ઓલઆઉટ 1 - image
Image : Twitter

અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતે પહેલી વનડે મેચ પાંચ વિકેટથી જીતી હતી. ભારતીય ટીમનો ધબડકો થયો છે. દિગ્ગજ બેટ્સમેનો ફેઈલ થયા છે. ભારતની ઈનિંગ 117 રનમાં જ સમેટાઈ ગઈ છે. ભારતના સાત બેટ્સમેન બે અંકોના આકડાને સ્પર્શી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી.

ભારતનો સ્કોર

  • 26 ઓવરમાં 117/10
  • 25 ઓવરમાં 103/9
  • 20 ઓવરમાં 91/7
  • 15 ઓવરમાં 70/6
  • 10 ઓવરમાં 51/5
  • 05 ઓવરમાં 32/3

ભારતની ટીમ ઓલઆઉટ

ભારતીય ટીમ 117ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આખી મેચમાં તરખાટ મચાવનાર મિશેલ સ્ટાર્કે મોહમ્મદ સિરાજને ક્લીન બોલ્ડ કર્યો અને આ સાથે જ ભારતીય ઈનિંગનો અંત આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આ મેચમાં મિશેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી જ્યારે ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારત માટે આ મેચમાં માત્ર 4 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા હતા અને ટીમ ઈન્ડિયાનો દાવ 26 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગયો હતો.

ભારતનો સ્કોર 100 રનને પાર થયો

ભારતની શરુઆતમાં એક પછી એક વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો સ્કોર 7 વિકેટ ગુમાવીને 100 રનને પાર થઈ ગયો છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ અત્યારે ક્રિઝ પર છે અને હવે ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

કોહલી પણ આઉટ

વિરાટ કોહલી પણ હવે આઉટ થઈ ગયો છે. કોહલીને નાથન એલિસ દ્વારા LBW આઉટ કરવામાં આવ્યો હતો. કોહલી 35 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતની અડધી ટીમ આઉટ

ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી છે. સીન એબોટ હાર્દિક પંડ્યાને આઉટ કર્યો છે. સ્મિથે હાર્દિકનો અદ્ભુત કેચ ઝડપયો હતો. ભારતે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા છે.

ભારતની ચોથી વિકેટ પડી

ભારતની ચોથી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી. તે 12 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટાર્કે રાહુલને પણ આઉટ કર્યો હતો. સ્ટાર્કે 4 વિકેટ લીધી છે. ભારતે 8.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 48 રન બનાવી લીધા છે.

રોહિત-સૂર્યા આઉટ

ભારતીય ટીમને સતત બે વિકેટ ગુમાવી છે. કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા છે. મિચેલ સ્ટાર્કે પહેલા રોહિતને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો ત્યારબાદ સૂર્યાને LBW આઉટ કર્યો હતો.

શુભમન ગિલ આઉટ

ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ઝડપી હતી.શુભમન ગિલ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો.

ભારતની બેટિંગ શરૂ

ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર બેટિંગ કરવા ઉતર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર ફેંકી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઇશાન કિશન અને શાર્દુલ ઠાકુર બહાર છે.

ભારતની પ્લેઇંગ -11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

IND vs AUS : મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ટીમ ઈન્ડિયા 117 રનમાં ઓલઆઉટ 2 - image


ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11

ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી મેક્સવેલ અને ઈંગ્લિસ બહાર છે.


Google NewsGoogle News