IND vs AUS LIVE: હાર્દિક-કુલદીપની કમાલ, ઓસ્ટ્રેલિયાના પૂંછડીયા ખેલાડીઓની ધમાલ, ભારતને જીતવા 270 રનનો ટાર્ગેટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી વનડે
ચેપોકમાં છે બંને ટીમો વચ્ચે ટક્કર
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની નિર્ણાયક મેચ માટે તૈયાર છે. હાલમાં આ ત્રણ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. આ ત્રીજી વનડે મેચ જીતીને વિજેતા ટીમ સિરીઝ પર પણ કબ્જો કરશે. ભારતીય ટીમને આ ત્રીજી મેચમાં મિચેલ સ્ટાર્કની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો સામનો કરવો પડશે. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય બેટરોએ તેમનાં સંપૂર્ણ અનુભવનો ઉપયોગ કરવો પડશે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર
- 49 ઓવરમાં 269
- 45 ઓવરમાં 245/8
- 40 ઓવરમાં 209/7
- 35 ઓવરમાં 186/5
- 30 ઓવરમાં 149/5
- 25 ઓવરમાં 126/4
- 20 ઓવરમાં 106/3
- 15 ઓવરમાં 88/3
- 10 ઓવરમાં 61/0
- 05 ઓવરમાં 39/0
ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 270 રનનો ટાર્ગેટ રાખ્યો છે. મોહમ્મદ સિરાજે સ્ટાર્કને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો સમાપ્ત કરી.
ભારતને મળી નવમી સફળતા
ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ 247 રનના સ્કોર પર પડી હતી. એશ્ટન અગર 21 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.
ભારતને મળી આઠમી સફળતા
ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ 245 રનના સ્કોર પર પડી હતી. અક્ષર પટેલે સીન એબોટને આઉટ કરીને ભારતને આઠમી સફળતા અપાવી. એબોટે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા.
ભારતને મળી સાતમી સફળતા
ભારતને સાતમી સફળતા મળી છે. એલેક્સ કેરી 38 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો છે.
ભારતને મળી છઠ્ઠી સફળતા
ભારતને છઠ્ઠી સફળતા મળી છે. સ્ટોયનિસ 25 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો.
ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 138 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઇ ગઈ છે. કુલદીપ યાદવે માર્નસ લાબુશેનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો છે.
ભારતને મળી ચોથી સફળતા
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 125 રનના સ્કોર પર પડી છે. કુલદીપ યાદવે ડેવિડ વોર્નરને કેચ આઉટ કર્યો હતો. વોર્નરે 31 બોલમાં 23 રન બનાવ્યા હતા.
ભારતને મળી ત્રીજી સફળતા
ફરી એક વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો. તેણે 15મી ઓવરમાં મિશેલ માર્શને ક્લીન બોલ્ડ કર્યો હતો. માર્શે 47 બોલમાં 47 રન બનાવ્યા હતા.
ભારતને મળી બીજી સફળતા
હાર્દિક પંડ્યાની કમાલ ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. 13મી ઓવરમાં સ્ટીવ સ્મિથને આઉટ કર્યો.
ભારતને મળી પ્રથમ સફળતા
હાર્દિક પંડ્યાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે 11મી ઓવરમાં ટ્રેવિસ હેડને આઉટ કર્યો. હેડે 31 બોલમાં 33 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈની નવી પીચ પર ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી.
ભારતની પ્લેઇંગ -11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લેબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન અગર, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.