INDvsAUS : રાહુલ-જાડેજાની મજબૂત બેટીંગ બાદ ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત
ઓસ્ટ્રેલિયાના 188 રનના લક્ષ્યાં સામે ભારતના 5 વિકેટે 191 રન કરી જીત મેળવી
કે.એલ.રાહુલ-જાડેજાની સમજદારીપૂર્વકની બેટીંગે ભારતને જીત અપાવી, બીજી વન-ડે 19 માર્ચે રમાશે
Image - ICC Twitter |
અમદાવાદ, 17 માર્ચ 2023, શુક્રવાર
આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલી ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો છે. કે.એલ.રાહુલ 75 રન અને રવિન્દ્ર જાડેજાના 45 રનની મદદથી ભારતે જીત મેળવી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા 35.4 ઓવરમાં 188 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 191 રન કરી જીત મેળવી છે. આ સાથે જ સિરિઝમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા ભારતીય ટીમ સંકટમાં મુકાઈ ગયું હતું. જોકે કે.એલ.રાહુલ અને જાડેજાની મજબૂત બેટીંગના કારણે ભારતે જીત મેળવી છે.
ભારતની મજબૂત બોલીંગ સામે ઓસ્ટ્રેલિયામાં 188માં ઓલઆઉટ
ઓસ્ટ્રેલયાએ પ્રથમ બેટીંગ કરી 35.4 ઓવરમાં 188 રન ફટકાર્યા હતા, ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ માર્શે 81 રન ફટકાર્યા હતા. ભારતે મજબુત બોલીંગ કરતી ઓસ્ટ્રેલિયાની ટીમને 188 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, જોકે ઓસ્ટ્રેલિયાએ પણ મજબુત બોલીંગ કરી ભારતીય ટીમને ચિંતામાં મૂકી દીધું હતું. જોકે રાહુલ અને જાડેજાની મજબૂત બેટીંગના કારણે ભારતનો વિજય થયો હતો. ભારત તરફથી મોહમદ સામીએ અને મોહમદ સિરાઝે 3-3 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, તો હાર્દિક પંડ્યા-કુલદીપ યાદવે 1-1 વિકેટ ખેરવી હતી.
રાહુલ-જાડેજાની સમજદારીપૂર્વક બેટીંગે ભારતને જીત અપાવી
ભારત તરફથી કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજાની સમજદારીપૂર્વક બેટીંગના કારણે ભારતે 39.5 ઓવરમાં 5 વિકેટે 191 રન કરી જીત મેળવી લીધી છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન કે.એલ.રાહુલના 75, રવિન્દ્ર જાડેજાના 45 રન, હાર્દિક પંડ્યાના 25, શુભમન ગીલે 20 રન ફટકાર્યા હતા. તો ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી તો મર્કુસ સ્ટોનીસે 3 વિકેટ ખેરવી હતી.
19 માર્ચે રમાશે બીજી વન-ડે
બંને દેશો વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝમાં પ્રથમ વન-ડેમાં ભારતનો વિજય થતા સિરિઝમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે આગામી બીજી વન-ડે 19 માર્ચ રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ત્યાર બાદ ત્રીજી વન-ડે 22 માર્ચ બુધવારે ચેન્નાઈમાં રમાશે.
ભારતનો સ્કોર
- 39.5 ઓવરમાં 191/5
- 35 ઓવરમાં 150/5
- 30 ઓવરમાં 122/5
- 25 ઓવરમાં 100/5
- 20 ઓવરમાં 83/5
- 15 ઓવરમાં 64/4
- 10 ઓવરમાં 39/3
- 05 ઓવરમાં 16/3
ભારતના 4 બેટ્સમેનો સસ્તામાં આઉટ
ઓસ્ટ્રેલિયન બોલરોના તરખાટ સામે ભારતના 4 બેટ્સમેનો સસ્તામાં પેવેલીયન ભેગા થઈ ગયા છે. ઈશાન કિશને 3, વિરાટ કોહલી 4 તો સૂર્યકુમાર યાદવ 0 રન બનાવી આઉટ થયો છે. ઈશાનને સ્ટોનિક્સે આઉટ કર્યો છે તો કોહલી અને યાદવને સ્ટ્રેકે સસ્તામાં પેવેલીયન ભેગા કરી દીધા છે. તો શુભમન ગીલ 20 રન ફટકારી સ્ટ્રેકની ઓવરમાં આઉટ થયો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ 188માં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ ટીમે 35.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ છે. તેને ભારતને જીતવા માટે 189 રનનું લક્ષ્યાંક આપ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ નવમી વિકેટ ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ 34 ઓવર નવમી વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે. મોહમ્મદ સિરાજે સીન એબોટની વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે સીન એબોટની વિકેટ લીધી હતી. શુબમન ગિલ સ્લીપમાં કેચ પકડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ 33 ઓવર બાદ આઠ વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે. 33મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ ગ્લેન મેક્સવેલને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. મેક્સવેલ આઠ રન બનાવી શક્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ સાતમી વિકેટ ગુમાવી
મોહમ્મદ શમી મેચમાં તરખાટ મચાવ્યો છે. તેણે તેની છેલ્લી ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધી છે. ઈનિંગની 28મી ઓવરમાં જોસ ઈંગ્લિસને બોલ્ડ કર્યા બાદ શમીએ પણ 30મી ઓવરમાં કેમરોન ગ્રીનને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઈંગ્લિશ 26 અને ગ્રીન 12 રન બનાવી શક્યા હતા. 30મી ઓવરમાં શમી પાસે બીજી વિકેટ લેવાની તક હતી, પરંતુ શુભમન ગિલ સ્લિપમાં માર્કસ સ્ટોઇનિસનો કેચ છોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વિકેટ ગુમાવી
મોહમ્મદ શમીને વધુ એક સફળતા મળી છે. શમીએ કેમરૂન ગ્રીનને બોલ્ડ કર્યો હતો. ગ્રીને 19 બોલમાં 12 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 29.4 ઓવરમાં 174/6 છે.
ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો લાગ્યો
ઓસ્ટ્રેલિયાને 28મી ઓવરમાં 169ના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ શમીએ જોસ ઈંગ્લિસને બોલ્ડ કર્યો હતો. ઈંગ્લિશ 27 બોલમાં 26 રન બનાવી શક્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150 રનને પાર થયો
ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 150 રનને પાર થઈ ગયો છે. જોશ ઈંગ્લિસ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે. મિચેલ માર્શના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેકફૂટ પર આવી ગઈ છે.
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 139 રનના સ્કોર પર પડી હતી. કુલદીપ યાદવના બોલ પર માર્નસ લાબુશેનનો રવિન્દ્ર જાડેજાએ શાનદાર કેચ પકડ્યો હતો. લાબુશેને 22 બોલમાં 15 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 129 રનના સ્કોર પર પડી હતી. મિશેલ માર્શ 65 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તે મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.
મિચેલ માર્શે ફિફ્ટી ફટકારી
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ટીમે 17 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે. માર્શે પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે 54 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. લાબુશેન 8 રન બનાવીને રમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાને 77 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ સ્ટીવ સ્મિથને વિકેટકીપર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્મિથે 30 બોલમાં 22 રન બનાવ્યા હતા. હવે માર્નસ લાબુશેન મિશેલ માર્શ સાથે ક્રિઝ પર છે. સ્મિથ અને માર્શની ભાગીદારી ખતરનાક દેખાઈ રહી હતી, પરંતુ સુકાની હાર્દિકે યોગ્ય સમયે ભારતને વિકેટ મેળવી હતી.
સ્મિથ-માર્શ વચ્ચે ફિફ્ટીની ભાગીદારી
સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન વચ્ચે 50 રનની ભાગીદારી થઈ છે. આ બંનેએ ઓસ્ટ્રેલિયાની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી છે. માર્શ આક્રમક બેટિંગ કરી રહ્યો છે જ્યારે સ્મિથ સાવધાનીપૂર્વક રમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર થયો
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 9 ઓવર બાદ 1 વિકેટના નુકસાન પર 52 રન બનાવી લીધા છે. માર્શ 25 રને અને સ્મિથ 15 રને રમી રહ્યો છે. ભારત તરફથી સિરાજે 4 ઓવરમાં 29 રન આપ્યા અને 1 વિકેટ લીધી.
સિરાજે ટીમને પ્રથમ સફળતા અપાવી
ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ઝટકો 5 રનમાં લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી છે. તેણે ટ્રેવિસ હેડને ક્લીન બોલ્ડ કર્યો. હેડ 10 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમની ઈનિંગ શરુ
મુંબઈમાં રમાઈ રહેલી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડ મેદાનમાં ઉતર્યા છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારતીય ટીમ
શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયન ટીમ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે થોડીવારમાં શરુ થશે
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચને લઈને ટોસ થોડીવારમાં થવા જઈ રહ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ટી-20 બાદ હાર્દિક પંડ્યા પ્રથમ વખત વનડેમાં કેપ્ટનશીપ કરશે. ટેસ્ટ સીરીઝમાં ભારતની જીત બાદ ભારતની નજર વનડે સીરીઝ પર રહેશે. ભારત આજે મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.