ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા: ધોનીની એન્ટ્રી પર સિદ્ધુની કૉમેન્ટ્રી થઈ વાયરલ, જુઓ
Image: Facebook
IPLની 22 મી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટરાઈડર્સને 7 વિકેટથી હરાવી દીધુ. આ મેચમાં ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બેટિંગ કરી. તે 3 બોલ પર 1 રન બનાવીને નોટઆઉટ રહ્યો. ધોની 17મી ઓવરના પાંચમા બોલ પર શિવમ દૂબેના આઉટ થયા બાદ ક્રીજ પર ઉતર્યો. તેને બેટિંગ માટે આવતો જોઈને સ્ટેડિયમમાં ચાહકો ખુશ થઈ ગયા. એટલો અવાજ થયો કે ફીલ્ડિંગ કરી રહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે કાનોને બંધ કરી દીધા. તે સમયે હિંદીમાં નવજોત સિંહ સિદ્ધુ કમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે માહીના ખૂબ વખાણ કર્યાં.
નવજોત સિંહ સિદ્ધુનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર સિદ્ધુની કમેન્ટ્રીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. સિદ્ધુએ કહ્યું કે ધોની ખુશીઓ આપવાના મામલે ભારતના સૌથી મોટા સુપરસ્ટાર છે. તેણે પોતાના શાયરાના અંદાજમાં માહીનું સ્વાગત કર્યું.
ધોનીનો કોઈ મોલ નથી
સિદ્ધુએ ધોનીની એન્ટ્રી પર કહ્યું, ''હવે જોજો, જેટલી પબ્લિક છે તમામ ઊભા થઈ જશે અને અવાજ એવો હશે જેમ કે આકાશમાંથી વીજળીના કડાકા થઈ રહ્યા છે. ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા છે. આ તે માણસ છે જેની રાહ સૌ જુએ છે. આ તે ચુંબક છે જે સૌને આકર્ષિત કરે છે. મહેન્દ્ર સિંહ ધોની ગ્રાઉન્ડમાં આવ્યો છે. આકાશની કોઈ મર્યાદા નથી, પૃથ્વીનો કોઈ તોડ નથી, સાધુની કોઈ જાત નથી અને મહેન્દ્ર સિંહ ધોનીનો કોઈમોલ નથી.''
જે ખુશીઓ વહેંચે તેના કરતા મોટુ કોઈ નથી
સિદ્ધુએ આગળ કહ્યું, જુઓ લોકોમાં કયા પ્રકારનો હર્ષોલ્લાસ છે. ઉમંગ છે તરંગ છે. જેમ કે નવી સવાર નવુ સર્જન લઈને આવે છે તે જ રીતે દરેક ચહેરા પર હાસ્ય છે. જે ખુશીઓ વહેંચે તેના કરતા મોટુ કોઈ નથી. ખુશીઓનો સોદાગર મને નથી લાગતુ કે કોઈ હિંદુસ્તાનની ધરતી પર ધોની કરતા મોટો પેદા થયો છે.
ધોનીને જોઈને સિદ્ધુને શું યાદ આવ્યુ?
ધોનીના વખાણમાં સિદ્ધુએ કહ્યું, મને લાગે છે કે જ્યારે હું ધોનીને જોવુ છું તો મનમાં તે વેદોવાળી વાત યાદ આવે છે કે એવો કોઈ અક્ષર નથી જે શબ્દ બની ન શકે. એવુ કોઈ વૃક્ષ કે વનસ્પતિ નથી જે ઔષધિ ન બની શકે અને એવી કોઈ વ્યક્તિ કે ક્રિકેટર નથી જે યથાયોગ્ય સ્થાન પર સ્થાપિત ન થઈ શકે. તેની યોગ્ય સ્થાન પર તેની ક્ષમતાને બહાર કાઢવી આ મહેન્દ્ર સિંહ ધોનીની નિપુણતાની મહોર છે. આ નિપુણતાની મોહર વિલક્ષણ છે. આ તમારી અંદર વિશ્વાસ જગાડી દે છે.