પાકિસ્તાન સામેની મેચ પહેલાં જ ભારતનું વધ્યું ટેન્શન, તો શું રોહિત નહીં રમે? નેટ્સમાં જ ઈજાગ્રસ્ત
Image: Facebook
Rohit Sharma: ટી20 વર્લ્ડ કપ 2024ના મેદાન પર ઉતરતા જ ઈજા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો સાથ છોડી રહી નથી. પહેલા તેને આયર્લેન્ડ વિરુદ્ધ મેચમાં બેટિંગ દરમિયાન ઈજા પહોંચી અને હવે પાકિસ્તાન સામે થનાર હાઈ-વોલ્ટેજ મેચની તૈયારી દરમિયાન. રોહિત શર્મા ફરીથી 7 જૂને નેટ પર અભ્યાસ કરતા ઈજાગ્રસ્ત થયો. પ્રેક્ટિસ દરમિયાન ઈજા રોહિતના ડાબા હાથમાં પહોંચી. જે બાદ તે દુખાવાથી પીડિત નજર આવ્યો આવું ત્યારે થયું જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો.
ભારતે 9 જૂને ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના પડકારનો સામનો કરવાનો છે. ન્યૂયોર્કમાં રમાનાર આ મેચ પહેલા રોહિત શર્માની ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારવાનું કામ કર્યું પરંતુ રાહત આપનારી વાત એ થઈ કે તે ફરીથી બેટિંગ કરતા નજર આવ્યો. ડાબા હાથમાં ઈજા થયા બાદ જ્યારે તે દુખાવામાં નજર આવ્યો તો ટીમના ફિઝિયો દોડતા તેની પાસે પહોંચ્યા. ફિઝિયો દ્વારા ટ્રીટમેન્ટ આપ્યા બાદ રોહિત બીજી વખત નેટ પર બેટિંગ કરતો નજર આવ્યો.
રોહિત શર્માને કેવી રીતે ઈજા પહોંચી?
હવે સવાલ એ છે કે પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને ઈજા કેવી રીતે પહોંચી. રિપોર્ટ અનુસાર રોહિત શર્મા થ્રો ડાઉન સ્પેશ્યાલિસ્ટ નુવાનના બોલ પર બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બોલ પિચથી ઉછળીને તેના ડાબા હાથ પર વાગ્યો. જે બાદ તેને ખૂબ દુખાવો થયો. જોકે, ફિઝિયોના જોયા બાદ લાગ્યું કે બધુ ઠીક છે. હવે રોહિત શર્માએ ફરીથી બેટિંગ શરૂ કરી.
રોહિત-વિરાટ મુશ્કેલીમાં, BCCIએ ICCને કરી ફરિયાદ
રોહિત શર્માને આ પહેલા આયર્લેન્ડ વિરુદ્ધ મેચમાં ખભા પર ઈજા પહોંચી હતી તે બાદ ત્યાં પણ તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. નેટ્સ પર બેટિંગ કરવામાં મુશ્કેલી માત્ર રોહિત શર્માને જ નહીં પરંતુ વિરાટ કોહલીને પણ મુશ્કેલી અનુભવાઈ. રિપોર્ટ અનુસાર પોતાના બે સ્ટાર બેટ્સમેનોને પ્રેક્ટિસ દરમિયાન પરેશાનીમાં ફસાયેલા જોઈને BCCIએ આ મામલે ધ્યાન આપ્યું. તેણે સત્તાવાર નહીં પરંતુ અંગત રીતે આ મામલે ICC ને ફરિયાદ કરી છે. BCCIએ આવું કરીને પ્રેક્ટિસ એરિયાની પિચ તરફ ICCનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો.