Get The App

ભારતના તોફાની બેટરનું દર્દ છલકાયું, ટેસ્ટ ટીમમાં સ્થાન વિશે કહ્યું - 'મને કોઈ આશા નથી પણ જો...'

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ભારતના તોફાની બેટરનું દર્દ છલકાયું, ટેસ્ટ ટીમમાં સ્થાન વિશે કહ્યું - 'મને કોઈ આશા નથી પણ જો...' 1 - image

Sarfaraz Khan: ભારતીય ટીમના ખેલાડીઓ આગામી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. જેમાં દુલીપ ટ્રોફી અને બુચી બાબુ જેવી ટુર્નામેન્ટ સામેલ છે. આ બંને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ખેલાડીઓ આગામી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે. તેને લઈને ભારતીય ટીમના શાનદાર બેટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા અંગે આ ખેલાડીનું કહેવું છે કે તેને કોઈ આશા નથી.

મને કોઈ અપેક્ષા નથી-સરફરાઝ 

ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ કર્યા બાદ સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ સીરિઝમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં જ તેણે અડધી સદી ફટકારી હતી. હવે બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સીરિઝ ને લઈને સરફરાઝે કહ્યું, 'મને કોઈ અપેક્ષા નથી… પરંતુ જો મને તક મળશે તો હું તૈયાર રહીશ. હું હંમેશાથી આ જ કરતો આવ્યો છું, અને મને તેમાં બદલવાનું કોઈ કારણ દેખાતું નથી.

આ પણ વાંચો: WTCની ફાઈનલ રમવા ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ 'તિકડમ', રોહિત બ્રિગેડ સામે આ છે પડકાર

સરફરાઝ ખાનને આ વર્ષે ફેબ્રુઆરીમાં ટેસ્ટ ક્રિકેટની ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝે તેની પહેલી જ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. સરફરાઝને ત્રણ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે 3 અડધી સદી સાથે 200 રન બનાવ્યા હતા. જો કે ત્યાબાદ તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી ન હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આગામી ઘરઆંગણે રમાનારી બાંગ્લાદેશ સામેની સીરિઝમાં સરફરાઝને ભારતીય ટીમમાં તક મળે છે કે નહીં?



Google NewsGoogle News