Get The App

તાવ આવતો હોવા છતાં મેદાનમાં ઉતર્યો ભારતનો આ સ્ટાર ખેલાડી, આઉટ થયા બાદ થવું પડ્યું હોસ્પિટલમાં દાખલ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
તાવ આવતો હોવા છતાં મેદાનમાં ઉતર્યો ભારતનો આ સ્ટાર ખેલાડી, આઉટ થયા બાદ થવું પડ્યું હોસ્પિટલમાં દાખલ 1 - image


Image: Facebook

Shardul Thakur Admitted in Hospital: લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ભારત અને મુંબઈની વચ્ચે ઈરાની કપ 2024 ની મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સરફરાજ ખાને બેવડી સદી ફટકારી છે. મુંબઈનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 463 રન હતો. સરફરાજ ખાન 185 રન બનાવીને રમી રહ્યો હતો અને બેવડી સદી માટે તેમને 15 રનની જરૂર હતી. શાર્દુલ ઠાકુરને ખૂબ તાવ હતો, પરંતુ તેણે તબિયતની ચિંતા કર્યા વિના સરફરાજ ખાનને બેવડી સદી પૂરી કરાવવાનું નક્કી કર્યું અને ક્રીજ પર બેટિંગ માટે ઉતરી ગયો. આ દરમિયાન સરફરાજની સાથે લગભગ બે કલાક બેટિંગ કરી અને સરફરાજની બેવડી સદી પણ પૂરી કરી પરંતુ તેને આઉટ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

મેચના પહેલા દિવસથી જ સામાન્ય તાવ હતો

ઈરાની કપ મેચના પહેલા દિવસે 1 ઓક્ટોબરે શાર્દુલ ઠાકુરને સામાન્ય તાવ હતો. મેચના બીજા દિવસે લગભગ બે કલાક બેટિંગ કર્યા બાદ તેનો તાવ વધી ગયો અને મેચ બાદ તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા. શાર્દુલ ઠાકુરનો મલેરિયા અને ડેન્ગ્યૂનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. બુધવારની રાત તેને હોસ્પિટલમાં પસાર કરવી પડી. આ કારણે તે આજે ગુરુવારે બોલિંગ કરવા પણ મેદાન પર ઉતર્યો નહીં. 

શાર્દુલ ઠાકુરની મલેરિયા અને ડેન્ગ્યૂના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

રિપોર્ટ અનુસાર બુધવારે આખો દિવસ તેને ખૂબ તાવ હતો. આ કારણે તે ખૂબ મોડા બેટિંગ કરવા ઉતર્યો. દવા લીધા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જ સૂઈ પણ ગયો હતો પરંતુ તેમ છતાં તે સરફરાજની બેવડી સદી પૂરી કરાવવા ઈચ્છતા હતા. મલેરિયા અને ડેન્ગ્યૂનો રિપોર્ટ આવ્યા સુધી તે હોસ્પિટલમાં જ દાખલ રહેશે.

સરફરાજ ખાન બેવડી સદી પૂરી કરાવીને જ માન્યો

શાર્દુલ ઠાકુરે તાવ અને થાક છતાં પણ લગભગ બે કલાક બેટિંગ કરી. આ દરમિયાન તેણે ન માત્ર સરફરાજ ખાનને બેવડી સદી પૂરી કરાવી પરંતુ 59 બોલનો સામનો કરીને એક સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી 36 રનની ઈનિંગ પણ રમી અને ટીમના સ્કોરને 500ને પાર પહોંચાડવામાં ેસફળ રહ્યો. બેટિંગ દરમિયાન તે જરા પણ ઉતાવળમાં નજર આવ્યો નહીં.


Google NewsGoogle News