ભારતનો નવો સ્ટાર બેટર ICC T20 રેન્કિંગમાં ચમક્યો, 4 ઈનિંગમાં સતત નોટઆઉટ રહ્યો હતો
Tilak Varma : ભારતનો ધાકડ બેટર તિલક વર્માએ T20I ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. તેણે નોટ-આઉટ રહીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઇંગ્લેન્ડ સામે સતત ચાર ઇનિંગમાં તેણે નોટ-આઉટ રહીને 318 રન બનાવ્યા હતા. જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે. આ બાબતે તિલકે ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેને રમેલી 271 રનની ઇનિંગને પાછળ છોડી દીધી છે. અહીં તમને જણાવી દઈએ કે, તિલક વર્મા દક્ષિણ આફ્રિકા પ્રવાસથી જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જ્યાં તેણે સતત બે સદી ફટકારી હતી. આ પછી તેણે પોતાના પ્રદર્શનમાં નિરંતરતા રાખતા ઇંગ્લેન્ડ સામે પણ શાનદાર ઇનિંગ રમી હતી.
સતત નોટઆઉટ રહીને તિલકે રમી તોફાની ઇનિંગ્સ
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની બીજી T20I મેચમાં તિલક વર્માએ અણનમ 72 રનની ઇનિંગ રમી હતી. તેની આ મહત્ત્વપૂર્ણ ઇનિંગને લીધે ભારતને આ મેચમાં બે વિકેટ રોમાંચક જીત મળી હતી. અ સાથે જ ભારતે પાંચ મેચોની T20I સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. તિલકે છેલ્લી ચાર ઇનિંગમાં બે સદી અને એક અડધી સદી ફટકારીને કુલ 318 રન બનાવ્યા હતા. જેમાં દક્ષિણ આફ્રિકા સામે અનુક્રમે પહેલી અને બીજી ઇનિંગમાં 107 અને 120 રન અને પછી ઇંગ્લેન્ડ સામે અનુક્રમે ત્રીજી અને ચોથી ઇનિંગમાં 19 અને 72 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ICC T20I રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના નવા જાદૂઈ સ્પીનરની મોટી છલાંગ, પહેલીવાર ટોપ-10માં
રેન્કિંગમાં તિલક વર્મા બીજા સ્થાને પહોંચી ગયો
આ સાથે જ તિલક ICCના પૂર્ણ સભ્ય દેશમાંથી T20Iમાં આઉટ થયા વગર 300થી વધુ રન બનાવનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. તિલકે T20Iમાં પોતાની પહેલી સદી આ વર્ષે દક્ષિણ આફ્રીક સામે 12 જાન્યુઆરીના રોજ ફટકારી હતી. જેમાં તેણે 67 બોલનો સામનો કરીને 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ICCએ તાજેતરમાં જાહેર કરેલી T20I ફોર્મેટની રેન્કિંગમાં તિલક વર્મા બીજા સ્થાને પહોંચી ગયો છે.