Get The App

ભારતીય ખેલાડીએ જીત્યો ICC વુમન વન ડે પ્લેયર ઑફ ધ યર, 2024માં 4 સદી ફટકારી હતી

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
ભારતીય ખેલાડીએ જીત્યો ICC વુમન વન ડે પ્લેયર ઑફ ધ યર, 2024માં 4 સદી ફટકારી હતી 1 - image

Smriti Mandhana wins ICC Women's ODI Player of  the Year award : વર્ષ 2024 માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. જેમાં ICC વુમન પ્લેયર ઑફ ધ યરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઍવૉર્ડ ICCએ ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાને આપ્યો છે. વર્ષ 2024માં સ્મૃતિ મંધાનાએ વનડે ક્રિકેટમાં શાનદાર દેખાવ કરતાં રનનો વરસાદ કરી દીધો હતો. આ દરમિયાન તેણે હાઇ લેવલ મેચમાં યાદગાર ઇનિંગ્સ રમી હતી.       

વર્ષ 2024માં સ્મૃતિ મંધાનાનો શાનદાર રૅકોર્ડ

સ્મૃતિ મંધાનાએ જૂન 2024માં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં બે સદી ફટકારી હતી. ત્યારબાદ ઑક્ટોબરમાં ન્યૂઝીલૅન્ડ સામેની રોચક મેચમાં વધુ એક સદી ફટકારી હતી અને આ સિવાય ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની પડકારજનક પર્થ મેચમાં પણ સદી ફટકારીને તેના પ્રદર્શનમાં નિરંતરતા જાળવી રાખી હતી. વર્ષ 2024માં મંધાનાએ 13 મેચોમાં 747 રન બનાવ્યા હતા. આ સાથે જ તે આ વર્ષે સૌથી વધુ રન બનાવનારી ક્રિકેટર બની ગઈ છે. તેણે 57.86ની શાનદાર સરેરાશ અને 95.15ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. તેણે વર્ષ 2024માં ચાર સદી ફટકારી હતી. જે વુમન ક્રિકેટમાં એક નવો રૅકોર્ડ છે. આ સિવાય તેણે વર્ષ 2024માં વનડેમાં 95 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

આ પણ વાંચો : બુમ...બુમ...બુમરાહ... ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર, રુટ-બ્રૂક જેવા દિગ્ગજો જોતાં રહી ગયા

ઓસ્ટ્રેલિયા સામે રમી હતી યાદગાર ઇનિંગ

આ ઉપરાંત મંધાનાએ ICC વુમન ચેમ્પિયનશીપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 24 મેચોમાં 1358 રન બનાવીને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર રહી હતી. તે આ ટુર્નામેન્ટમાં ચાર આંકડા સુધી પહોંચનારી પાંચ બેટરોમાંની એક હતી. તેણે વર્ષ 2024નું સૌથી યાદગાર પ્રદર્શન ડિસેમ્બરમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે 105 રન બનાવીને આપ્યું હતું. ભારત મેચ હારી ગયું હોવા છતાં, મંધાનાની સદીએ ઓસ્ટ્રેલિયાના મજબૂત બોલિંગ આક્રમણ સામે જોરદાર ટક્કર આપી હતી. મંધાનાએ તેની ઇનિંગમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 109 બોલમાં 105 રન બનાવ્યા હતા.
ભારતીય ખેલાડીએ જીત્યો ICC વુમન વન ડે પ્લેયર ઑફ ધ યર, 2024માં 4 સદી ફટકારી હતી 2 - image



Google NewsGoogle News