આયર્ન લેડીનો રસપ્રદ કિસ્સોઃ ચાર જ કલાકમાં 2 કિલો વજન ઘટાડી ગોલ્ડ જીતી લાવી હતી ભારતની આ બૉક્સર

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
આયર્ન લેડીનો રસપ્રદ કિસ્સોઃ ચાર જ કલાકમાં 2 કિલો વજન ઘટાડી ગોલ્ડ જીતી લાવી હતી ભારતની આ બૉક્સર 1 - image
Image: File Photo IANS

How Mary Kom Lost Two Kg In Four Hours: પેરિસ ઓલિમ્પિકસમાંથી વિનેશ ફોગાટને તેના વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ એથ્લિટ્સના વજન સંબંધિત નિયમોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વિનેશ ફોગાટને પોતાના વજનની કેટેગરી કરતાં થોડા ગ્રામ વધારે( લગભગ 100 ગ્રામ) વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ચર્ચા થઈ રહી છે કે આટલું વજન તો ઓછું કરી શકાય. અગાઉ ઘણી વખત અવું બન્યું છે કે, જ્યાં એથ્લિટ્સે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું વજન ઘટાડ્યું હોય અને ચોક્કસ કેટેગરીમાં સ્થાન પણ મેળવ્યું હોય. આવું જ કંઈક ભારતીય બૉક્સર મેરી કોમે કર્યું હતું.

ચાલો જાણીએ મેરી કોમે એ સમયે એક કલાકમાં બે કિલો વજન કઈ રીતે ઘટાડ્યું હતું. અને એથ્લિટ્સ વજન કેવી રીતે ઘટાડે છે અને વિનેશ ફોગાટના કેસમાં પરિસ્થિતિ કેમ અલગ છે.

મેરી કોમે ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું

હકીકતમાં મેરી કોમે પોલેન્ડમાં સિલેસિયન ઓપન બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ત્યારે તે 48 કિલોગ્રામ વજન કેટેગરીમાં રમવા માંગતી હતી, પરંતુ તે અનુસાર તેનું વજન વધારે હતું. જેથી કેટેગરી નિર્ધારિત કરવા માટેના વજન પહેલાં૦ તેણે પોતાનું વજન ઘટાડ્યું હતું. ત્યારે મેરી કોમે કેટેગરીમાં અયોગ્ય ન થવા માટે ચાર કલાકમાં બે કિલો વજન ઘટાડ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે એક કલાક સ્કિપિંગ કરીને વજન ઓછું કર્યું હતું.

તેમાં મેરી કોમે 48 કિગ્રા કેટેગરીની બૉક્સિંગની ફાઇનલ ઇવેન્ટમાં કઝાકિસ્તાનની એગેરિમ કસાનાયેવાને 5-0થી હરાવી હતી. મેરીએ પૂરી મેચ દરમિયાન કસાનાયેવાને એક પણ સ્પષ્ટ શોટ મારવા દીધો ન હતો. તેણે કસાનાયેવાની ખચકાટનો પૂરો લાભ ઉઠાવ્યો અને અંતિમ ત્રણ મિનિટમાં સંપૂર્ણ બળ સાથે હુમલો કરીને જોરદાર પંચ માર્યા હતા.

આ પણ વાંચો: લોહી કાઢ્યું, વાળ કાપ્યા, આખી રાત જોગિંગ-સાઇકલિંગ કર્યું... અને પછી બેહોશ થઈ ગઈ વિનેશ ફોગાટ

આ રીતે એથ્લિટ્સ વજન ઘટાડે છે

જ્યારે પણ એથ્લિટ્સને ખૂબ જ ઓછા સમયમાં વજન ઘટાડવું હોય છે ત્યારે તેઓ હેવી વર્કઆઉટ કરે છે. તેના માટે ખાસ કપડાં હોય છે, જેને પહેરીને વર્કઆઉટ કરવાનું હોય છે. જેના કારણે શરીરમાં ખૂબ પરસેવો થાય છે અને થોડાં જ કલાકોમાં વજન ઓછું થઈ જાય છે. જો કે, આ પદ્ધતિમાં તણાવ વગેરે જેવા પરિબળો પણ ભૂમિકા ભજવે છે. આ સ્થિતિમાં એથ્લિટ્સ FBT સૂટ પહેરે છે, જે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન કરે છે અને તેને પહેરીને સોના બાથ લે છે જેથી શરીરમાંથી ઘણો પરસેવો બહાર નીકળે છે. અને તેમને વારંવાર ટોઇલેટ જવું પડે છે, તેવું કરવાથી શરીરમાં પાણીની જાળવણી ઓછી થાય છે. પાણીની જાળવણી ઘટાડવાથી એક જ વારમાં ઘણું વજન ઓછું થાય છે. આ સિવાય પણ પાણીની જાળવણી ઘટાડવાના બીજા ઉપાયો છે.

વિનેશના વજનને લઈને શું વિવાદ છે?

જો વિનેશ ફોગાટના કેસની વાત કરીએ તો, તેના મામલામાં રેસલરને વેઇટ ઇન ટાઇમ ઘણો ઓછો આપવામાં આવે છે. રેસલિંગના નિયમો અનુસાર, મેચ પહેલાં રેસલરનું વજન કરવામાં આવે છે. જો બે રેસલર બે દિવસ લડે છે, તો તેનું બે દિવસ વજન કરવામાં આવે છે. નિયમો અનુસાર, દરેક રેસલરનું મેચના દિવસે સવારે વજન કરવામાં આવે છે.

પહેલા વેઇટ-ઇનમાં રેસલરની પાસે નિર્ધારિત વજન જાળવવા માટે 30 મિનિટનો સમય હોય છે. રેસલર 30 મિનિટમાં ઘણી વખત વજન કરી શકે છે, પરંતુ બીજા દિવસે વેઇટ-ઇન માત્ર 15 મિનિટનું હોય છે. આ સ્થિતિમાં આટલા ઓછા સમયમાં વજન ઘટાડવું શક્ય હોતું નથી.

આયર્ન લેડીનો રસપ્રદ કિસ્સોઃ ચાર જ કલાકમાં 2 કિલો વજન ઘટાડી ગોલ્ડ જીતી લાવી હતી ભારતની આ બૉક્સર 2 - image


Google NewsGoogle News