Get The App

IND vs NZ : ભારતીય બેટર્સની હાલત ખરાબ, કિવી ક્રિકેટરે કહ્યું- રોહિત-વિરાટમાં તાકાત નથી કે સચિન-દ્રવિડ જેવા બની શકે

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
IND vs NZ : ભારતીય બેટર્સની હાલત ખરાબ, કિવી ક્રિકેટરે કહ્યું- રોહિત-વિરાટમાં તાકાત નથી કે સચિન-દ્રવિડ જેવા બની શકે 1 - image


IND vs NZ, 2nd Test Match : પૂણે ખાતેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના સ્પિનરો સામે ભારતની બેટિંગ લાઇન-અપ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બેંગલુરુ ટેસ્ટ હાર્યા બાદ પૂણેમાં સ્પિન ટ્રેક બનાવવામાં આવ્યો હતો. પંરતુ અહીં કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 250નો સ્કોર પાર કર્યો હતો. 

મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બેટિંગને સંપૂર્ણપણે તબાહ કરી નાખી હતી. ન્યૂઝીલેન્ડના આ બે સ્પિનરોએ ભારતના નવ બેટરોને આઉટ કરી દીધા હતા. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 156 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 30-30 રનનું યોગદાન આપ્યું હતું. 

ન્યૂઝીલેન્ડ માટે સેન્ટનરે તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 53 રનમાં સાત વિકેટ ઝડપી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સને બે વિકેટ મળી હતી. એક વિકેટ ટિમ સાઉથીના ખાતામાં ગઈ હતીં. સેન્ટનરે પીચમાંથી મળતી મદદનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. અને ભારતના જમણા હાથના બેટરોને ખૂબ પરેશાન કર્યા હતા. જ્યારે ફિલિપ્સે પંત અને જયસ્વાલને આઉટ કર્યા હતા. અને આ અદ્ભુત બોલિંગ જોઈને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સાઈમન ડૂલને ભારતીય બેટરોની મોટી ખામીનો ઉલ્લેખ કર્યો.

સાઈમન ડૂલને કહ્યું હતું કે, 'વર્તમાન ભારતીય ટીમમાં જૂના બેટરો જેવું કંઈ નથી. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સ્પિનરો સામે અલગ જ સ્તરે રમ્યા હતા. યોગ્ય સ્પિનરને જોતાં જ ભારતીય બેટરોની હાલત ખરાબ થઈ જાય છે. આધુનિક ક્રિકેટમાં એવું માનવામાં આવે છે કે ભારતીય ખેલાડીઓ સ્પિનના અદભૂત ખેલાડીઓ છે. પરંતુ તે એવું નથી. સચિન, ગાંગુલી કે દ્રવિડના દિવસો ગયા. હવે તેઓ બાકીના વિશ્વની જેમ જ છે. સારા સ્પિનર ​​આવતાની સાથે જ તેમને સમસ્યા થવા લાગે છે. આપણે IPLમાં પણ આ જોયું છે. કેવો બોલ સ્પિન થવા લાગે કે તરત જ તેમને તકલીફ થવા લાગે છે.'

આ પણ વાંચો : IND vs NZ: બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત સામે પરાજયનો ખતરો! ડરાવી રહ્યો છે સાત વર્ષ જૂનો રેકૉર્ડ

અહીં તમને જણાવી દઈએ કે, પુણેની આ પિચ પર એવું નથી કે અહીં સ્પિનરોને વધારે મદદ મળી રહી છે. આ અંગે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું હતું કે, 'હું મારા દિલ પર હાથ રાખીને આ કહી રહ્યો છું, આ કોઈ રેન્ક-ટર્નર નથી. વિકેટ પહેલા દિવસ જેવી જ દેખાય છે, અહીં બહુ ફરક નથી. તિરાડો અને રફ પેચ બીજા દિવસે વધુ પડતા નથી. ભારતે રમતના કેટલાક ભાગોમાં વધુ ડીફેન્ડ કરવાની જરૂર છે. દરેક વખતે અટેક કરી શકતા નથી.'

ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 259 રન બનાવ્યા હતા. ટીમ માટે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ અડધી સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં ન્યુઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવી લીધા છે.

IND vs NZ : ભારતીય બેટર્સની હાલત ખરાબ, કિવી ક્રિકેટરે કહ્યું- રોહિત-વિરાટમાં તાકાત નથી કે સચિન-દ્રવિડ જેવા બની શકે 2 - image


Google NewsGoogle News