વર્લ્ડકપ 2023ની ફાઈનલ સહિત ભારતની 5 મેચોની પિચ 'એવરેજ' જાહેર, ICCનું ચોંકાવનારું રેટિંગ

વર્લ્ડ કપ સેમિફાઇનલની વિવાદિત પીચને સારુ રેટિંગ મળતા આશ્ચર્ય

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
વર્લ્ડકપ 2023ની ફાઈનલ સહિત ભારતની 5 મેચોની પિચ 'એવરેજ' જાહેર, ICCનું ચોંકાવનારું રેટિંગ 1 - image


ODI World Cup Final 2023 Pitch Rating : ICCએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ સહિત ભારતની 5 મેચોની પીચને 'એવરેજ' રેટિંગ આપ્યું છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરના રોજ રમાઈ હતી.

આ સ્ટેડિયમની પીચનો સમાવેશ થયો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપની ફાઈનલ મેચ સહિત 5 પીચને એવરેજ રેટિંગ આપી છે.  ICC દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી, કોલકાતાના ઈડન ગાર્ડન્સ, લખનઉના એકાના અને ચેન્નઈના ચેપોક સ્ટેડિયમની પીચોને  'એવરેજ' રેટિંગ આપવામાં આવી છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમિફાઇનલની પીચ એક મોટા વિવાદના કેન્દ્રમાં હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી તેને 'સારું' રેટિંગ આપવામાં આવ્યું છે. 

એન્ડી પાયક્રોફ્ટ અને જવાગલ શ્રીનાથે પીચને રેટિંગ આપ્યું 

ICC મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાઈક્રોફ્ટ દ્વારા ફાઈનલ મેચ માટે પીચ રેટિંગ આપવામાં આવી છે જ્યારે બીજી સેમિફાઇનલ માટે પીચ રેટિંગ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે આપ્યું છે. ભારતે વર્લ્ડ કપમાં 11 મેચ રમી છે જેમાંથી ICCએ પાંચ મેચમાં પિચને  'એવરેજ' રેટિંગ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચો સાથે સંબંધિત બે પીચોની ICCની રેટિંગની ટીકા કરી હતી.

વર્લ્ડકપ 2023ની ફાઈનલ સહિત ભારતની 5 મેચોની પિચ 'એવરેજ' જાહેર, ICCનું ચોંકાવનારું રેટિંગ 2 - image


Google NewsGoogle News