ભારતીય ટીમ પર ICCએ લીધા મોટા એક્શન, જાણો શું છે સમગ્ર મામલો
AUS-W vs IND-W: ઓસ્ટ્રેલિયા સામેની ICC મહિલા ચેમ્પિયનશિપ સિરીઝની બીજી ODIમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય મહિલા ટીમને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણ મેચની આ સિરીઝમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 3-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
જાણો શું છે મામલો
ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ સ્ટાફને ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ભારતને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ વિભાગ ધીમી ઓવર રેટના ગુનાઓ સાથે કામ કરે છે, જે અંતર્ગત ખેલાડીઓને નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો દરેક ઓવર માટે તેમની મેચ ફીના 5 ટકા દંડ ભરવો પડે છે.
સમય મર્યાદાને ધ્યાનમાં લઈને ભારતે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી બોલિંગ કરી હોવાથી ICC મેચ રેફરી ડેવિડ ગિલ્બર્ટે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને દંડ ફટકાર્યો હતો.
ઓન-ફીલ્ડ અમ્પાયર ક્લેર પોલોસેક અને ડોનોવન કોચ, થર્ડ અમ્પાયર જેકલીન વિલિયમ્સ અને ચોથા અમ્પાયર ડેવિડ ટેલરે આ આરોપો લગાવ્યા હતા. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ગુનો કબૂલ કર્યો હતો અને સૂચિત સજા સ્વીકારી લીધી હતી, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર રહી નહોતી.
ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીતી સિરીઝ
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમી હતી પરંતુ ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી અને સેન્ચુરી ફટકારી હતી, પરંતુ તેની સદી ભારતને જીત તરફ લઈ જઈ શકી ન હતી. બંને ટીમ વચ્ચે બીજી વનડે બ્રિસ્બેનમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 371/8નો રૅકોર્ડ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારત 249 રન જ બનાવી શક્યું અને 122 રનથી મેચ હારી ગયું.