Get The App

ચક દે ઇન્ડિયા: મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની ચીન સામે જીત

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ચક દે ઇન્ડિયા: મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની ચીન સામે જીત 1 - image

India vs China Final, Women's Asian Champions Trophy : ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે. ભારત અને ચીન વચ્ચેની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની મહિલા હોકી ટીમે 1-0થી ભવ્ય વિજય મેળવ્યો છે.

બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં એક પણ મેચ હારી ન હતી. જ્યારે ચીનની ટીમ એક મેચ હારી હતી.  

અગાઉ ભારત સેમિ ફાઇનલમાં જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિફાઇનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ ચેમ્પિયન્સ ટ્રોફી રાજગીર, બિહારમાં રમાઈ રહી છે. 

ચક દે ઇન્ડિયા: મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની ચીન સામે જીત 2 - image


Google NewsGoogle News