Get The App

Women Asia Cup 2024 : પાકિસ્તાન બહાર ફેકાયું, આ ટીમ સામે થશે ભારતની ફાઇનલમાં ટક્કર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Women Asia Cup 2024 : પાકિસ્તાન બહાર ફેકાયું, આ ટીમ સામે થશે ભારતની ફાઇનલમાં ટક્કર 1 - image

Women Asia Cup 2024: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપ 2024ની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ સૌથી મજબૂત દાવેદાર છે. ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને એકતરફી મુકાબલામાં 10 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 28મી જુલાઈના રોજ દામ્બુલા સ્ટેડિયમમાં ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશાની પોસ્ટ, સોશિયલ મીડિયામાં વાઈરલ

ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો યજમાન શ્રીલંકાની ટીમ સાથે થશે. શ્રીલંકાએ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલની રોમાંચક મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 141 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાએ એક બોલ પહેલાં જ મેચ જીતી લીધી હતી. આ મેચમાં શ્રીલંકન કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અનુષ્કા સંજીવનીએ 22 બોલમાં 24 રન કરીને ટીમને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ટુર્નામેન્ટમાં બન્ને ટીમ અજેય રહી છે

ફાઇનલ મેચમાં શ્રીલંકન ટીમ ભારતીય ટીમને મજબૂત ટક્કર આપી શકે છે. ભારતની જેમ શ્રીલંકાની ટીમ પણ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે, યુએઇને 78 રનથી અને નેપાળને 82 રનથી હરાવ્યું હતું. અને સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ શ્રીલંકન ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશને 7 વિકેટે, મલેશિયાને 144 રનથી અને થાઇલૅન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું. સેમિફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ બન્ને ટીમોએ ગ્રુપ ટેબલમાં ટોચના સ્થાન પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ફાઇનલ મેચ ક્યારે રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચ આવતીકાલે સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. આ મેચ શ્રીલંકાના દામ્બુલા સ્થિત રંગીરી દામ્બુલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતમાં ર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ મેચનું લાઇવ પ્રસારણ જોઈ શકાશે.

ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ, ઉમા છેત્રી, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર સિંહ, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, એસ. સજના અને તનુજા કંવર.

શ્રીલંકાની સંભવિત15 સભ્યોની ટીમ

ચમરી અથાપથુ (કેપ્ટન), સચિની નિસાનસાલા, કાવ્યા કવિંદી, શશિની ગિમ્હાની, ઉદેશિકા પ્રબોધની, સુગંધિકા કુમારી, અચિની કુલસૂર્યા, ઈનોશી પ્રિયદર્શિની, અમા કંચના, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની, હાસીની પરેરા હર્ષિતા સમરવિક્રમા અને વિશામી ગુણારત્ને

Women Asia Cup 2024 : પાકિસ્તાન બહાર ફેકાયું, આ ટીમ સામે થશે ભારતની ફાઇનલમાં ટક્કર 2 - image


Google NewsGoogle News