Get The App

પેરિસ ઓલિમ્પિકમાં નહીં જોવા મળે ભારતીય મહિલા હોકી ટીમ, જાપાન સામે હાર બાદ સપનું રગદોળાયું

ભારતીય મહિલા હોકી ટીમ 2016 બાદ પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિકમાં નહીં જોવા મળે ભારતીય મહિલા હોકી ટીમ, જાપાન સામે હાર બાદ સપનું રગદોળાયું 1 - image


Womens Hockey Olympic Qualifiers: ભારતીય મહિલા હોકી ટીમનું આ વર્ષે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાનું સપનું તૂટી ગયું છે. આજે રાંચીમાં એફઆઈએચ મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ત્રીજા સ્થાનની પ્લેઓફ મેચમાં જાપાન સામે 0-1થી હારી ગઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમ વર્ષ 2016 બાદ પ્રથમવાર ઓલિમ્પિક માટે ક્લોલિફાય કરવામાં નિષ્ફળ રહી.

ટીમને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની બીજી તક મળી હતી

સેમિફાઇનલમાં જર્મની સામે હાર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમને ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની બીજી તક મળી, પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી ન હતી. ગત વખતે ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ મેડલ જીતી શક્યા નહીં. ઓલિમ્પિક ક્વોલિફાયરમાં 10માંથી ત્રણ ટીમને પેરિસની ટિકિટ મળવાની હતી. ભારતીય ટીમે અગાઉ જાપાન સામે છેલ્લી પાંચ મેચ જીતી હતી, પરંતુ આજે એવું બન્યું ન હતું. ટીમ પેનલ્ટી કોર્નર ચૂકી ગઈ હતી.

ચોથી વખત ઓલિમ્પિક રમવાનું સપનું રગદોળાયું

ભારતીય મહિલા હોકી ટીમ 1980 પછી 2016 ઓલિમ્પિકમાં રમી હતી. આ દરમિયાન ટીમ આઠ ઓલિમ્પિક રમતોનો ભાગ બની શકી ન હતી. 2016થી ટીમના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે. 2022માં ટીમે ચોથું સ્થાન પણ હાંસલ કર્યું હતું. હવે ફરી એકવાર તે નિરાશ થયો છે. ટીમને ચોથી વખત ઓલિમ્પિકમાં રમવાની તક મળી હતી, પરંતુ તે પણ ગુમાવી દીધી.


Google NewsGoogle News