Get The App

Women's Asia Cup 2024: ભારત 9મી વખત પહોંચ્યું એશિયા કપની ફાઇનલમાં, બાંગ્લાદેશને 10 વિકેટે પછાડ્યું

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
indian women cricket team in final


IND vs BAN Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં(ASIA CUP 2024) 9મી વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ટીમ રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન અથવા શ્રીલંકા સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાને એશિયા કપમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. બન્ને મેચમાં જીતનાર ટીમો વચ્ચે રવિવારે ફાઇનલ મેચ રમાશે.

મહિલા એશિયા કપ T20ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે હતો. આ મેચ દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. સેમિફાઇનલમાં તેણે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. 

મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે ભારતને પ્રમાણમાં સરળ કહી શકાય એવો 81 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શોર્ના અખ્તરે 19 રન બનાવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશની કોઈ બેટર ડબલ ફિગરને સ્પર્શી શકી નહોતી. ભારત તરફથી રેણુકા સિંહ અને રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રાધા યાદવે 20મી ઓવરમાં ડબલ વિકેટ લીધી અને ઓવર મેડન રહી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી. 

રેણુકા સિંઘ પ્લેયર ઑફ ધ મેચ 

ભારત તરફથી રેણુકા સિંઘની બોલિંગ શાનદાર રહી હતી. તેની પહેલી જ ઓવરમાં ચોથા બોલે વિકેટ મળી હતી. ત્યાર પછી ભારતીય ટીમે ઇનિંગ્સના અંત સુધી બાંગ્લાદેશ પર પોતાની પકડ જાળવી રાખી હતી. રેણુકાએ 4 ઓવર્સમાં માત્ર 10 જ રન આપ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી. રેણુકા ભારતની સાતત્યસભર ફાસ્ટ બોલર છે જેને મહિલા ક્રિકેટમાં બુમરાહ જેવું કામ કરવા માટે વખાણવામાં આવે છે. રેણુકાને પ્લેયર ઑફ ધ મેચ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ અર્ધી સદી ફટકારી

ત્યાર પછી 81 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 11 ઓવર્સમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ અર્ધી સદી ફટકારી હતી. તેણે 55 રનની ઇનિંગ રમી હતી.


Google NewsGoogle News