ભારતીય મહિલા ક્રિકેટરનો દેશ પ્રેમ, પાક. સામેની મેચ માટે ભાઈના લગ્ન છોડી દીધા, વીડિયો કોલ પર જોઈ વિધિ
Renuka Singh Left her Brother’s Wedding for IND vs PAK Match: શુક્રવારે રાત્રે જ્યારે મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ રમાઈ રહી હતી ત્યારે તે જ સમયે ભારતીય બોલર રેણુકા સિંહના ભાઈના લગ્ન પણ થઈ રહ્યા હતા. પરંતુ રેણુકાએ પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવાને બદલે મેચ રમવાનું પસંદ કર્યું. રેણુકાએ વીડિયો કોલ પર લગ્નની વિધિ જોઈને સમારોહમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો: Asia Cup T20 2024 : ભારતનો પાકિસ્તાન સામે સાત વિકેટે વિજય, મંધાના-શેફાલી છવાઈ
મારા માટે પહેલા દેશ અને પછી લગ્ન
રેણુકાની માતા રેણુકા સિંહેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભાઈના લગ્નમાં સામેલ થવા માટે રેણુકાને અમે જણાવ્યું હતું. પરંતુ તેણે કહ્યું કે, મેચને કારણે તે લગ્નમાં સામેલ નહીં થઇ શકે. તેમણે જણાવ્યું કે, પુત્રના લગ્નની જાન સિરમૌર જિલ્લાના પચ્છાડના નારંગમાં ગઈ હતી. લગ્ન દરમિયાન દીકરીએ વીડિયો કોલ પર તેની જોડે વાત કરી હતી. માતાએ આગળ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા પુત્રી સાથે વાત કરતા તેને કહ્યું હતું કે, મારા માટે પહેલા દેશ અને પછી લગ્ન છે.
બાળપણમાં જ પિતાનું મૃત્યુ થયું હતું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર રેણુકા સિંહ હિમાચલ પ્રદેશના શિમલા જીલ્લાના રોહ્ડૂ ગામની રહેવાસી છે. બાળપણમાં જ રેણુકાના પિતાનું મૃત્યુ થયું હતું. તેમના પિતા ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. અને તેમના પુત્રને વિનોદ કાંબલી જેવો ક્રિકેટર બનાવવા માંગતા હતા. તેથી જ પુત્રનું નામ વિનોદ રાખયું હતું. દીકરો ક્રિકેટર તો ન બની શક્યો, પરંતુ હવે તેમની દીકરી રેણુકાએ ચોક્કસપણે તેમનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત કરી રહી છે.
આ પણ વાંચો: આ ક્રિકેટરોના કરિઅર ખતમ? સારા દેખાવ છતાં BCCI દ્વારા સતત કરાઇ રહી છે અવગણના
પાકિસ્તાન સામે કર્યું શાનદાર પ્રદર્શન
રેણુકાએ એશિયા કપ 2024માં પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 19 જુલાઈએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભારત આ મેચ 7 વિકેટે જીતી હતું હતું.