જીતના જશ્નમાં ડૂબી હતી ટીમ ઈન્ડિયા, પછી રોહિત શર્માએ જે કર્યું તે તમામ કેપ્ટન માટે છે શીખ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
 T20 World Cup 2024 Captain Rohit Sharma

Captain Rohit Sharma Ask Indian Players to Shake Hands With South Africa: ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડકપ 2024 જીતી લીધો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારત પૂરી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના આ ખિતાબ જીતનારો પહેલો દેશ બની ગયો છે. જીત બાદ ટીમના ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. પરંતુ તે દરમિયાન રોહિતે ખેલાડીઓને ઉજવણી કરતા રોકી દીધા હતા.

કેપ્ટન રોહિતે બધા ખેલાડીઓને આપ્યો આદેશ 

ફાઇનલની મેચ જીત્યા બાદ ટીમના તમામ ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હાથ મિલાવવા લાઈનમાં ઉભી હતી. ક્રિકેટમાં  મેચ પૂરો થાય બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને હાથ મિલાવવાનો રિવાજ છે. જ્યારે રોહિતે જોયું કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ આવી ગયા છે, ત્યારે તેણે પોતાના સાથી ખેલાડીઓને આતરફ આવવાનો સંકેત આપ્યો હતો. કેપ્ટનના આદેશ પર ભારતીય ટીમના ખેલાડીઓએ ઉજવણી છોડીને દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે હાથ મિલાવ્યો હતો. 

આ પણ વાંચો: ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાંથી કોહલી-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ કરી નિવૃત્તિની જાહેરાત

ભારતીય ખેલાડીઓએ ફરી ઉજવણી શરુ કરી

દક્ષિણ આફ્રિકાની ટીમને મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ ફરી ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. 2014થી આઈસીસી ટુર્નામેન્ટમાં નોકઆઉટમાં શરૂ થયેલી ભારતની હારનો સિલસિલો બંધ થઇ રહ્યો ન હતો. T20 વર્લ્ડકપથી લઈને વનડે વર્લ્ડકપ સુધી, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ આ વખતે આખરે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું હતું.

રોહિત બન્યો વર્લ્ડકપ જીતનારો ત્રીજો કેપ્ટન

રોહિત શર્મા વર્લ્ડકપ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બની ગયો છે. અગાઉ 1983માં ભારતે કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારબાદ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં જ ભારતીય ટીમ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. હવે 2024માં રોહિત શર્મા ભારત માટે વર્લ્ડકપ જીતનાર ત્રીજા કેપ્ટન બની ગયા છે.


Google NewsGoogle News