ભારતીય ટીમે 2023માં કરી કમાલ, આ મામલે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને પણ છોડ્યું પાછળ

ભારતીય ટીમે 2023ની શરૂઆત શ્રીલંકા સામે ઘરેલું સીરિઝથી કરી હતી

ભારતીય ટીમે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
ભારતીય ટીમે 2023માં કરી કમાલ, આ મામલે ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને પણ છોડ્યું પાછળ 1 - image


Team India Record In 2023: વિશ્વભરમાં આજે 31stની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2023ને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષ કેટલાક લોકો માટે શાનદાર રહ્યું, જ્યારે કેટલાક માટે તે નિરાશાજનક રહ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે 2023 અલગ જ રહ્યું હતું.

વર્ષ 2023 ભારતીય ટીમે કુલ 66 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 35 વનડે,23 ટી20 અને 8 ટેસ્ટ મેચ હતી. ટીમે વર્ષની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ અંત સારો રહ્યો નથી. જોકે ભારતે 45 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી, આ મામલે ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડ સહિત તમામ ટીમ પાછળ રહી ગઈ છે. 

ભારતીય ટીમનો 2023માં આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

કુલ મેચ-66

જીત-45

હાર-17

ડ્રો-2

અનિર્ણીત-2

આંતરારાષ્ટ્રીય મેચ જીતનાર ટોચની પાંચ ટીમ

ભારતીય ટીમ-45

ન્યૂઝીલેન્ડની ટીમ-29

બાંગ્લાદેશની ટીમ-24

યુએઈની ટીમ-20

ઈંગ્લેન્ડની ટીમ-19 

ભારતીય ટીમનો વનડે રેકોર્ડ

કુલ મેચ-35

જીત-27

હાર-7

અનિર્ણીત-1

ભારતીય ટીમનો ટી20 રેકોર્ડ

કુલ મેચ-23

જીત-15

હાર-7

અનિર્ણીત-1

ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ

કુલ મેચ-8

જીત-3 

હાર-3

ડ્રો-2


Google NewsGoogle News