Ranking : સાઉથ આફ્રિકા સામે હાર બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ કરતા પણ પાછળ થઈ
સેન્ચુરિયનમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતનો 32 રને પરાજય
જાણો કેવું છે ટેસ્ટ ચેમ્પિયનશિપનું પોઈન્ટ ટેબલ
WTC Points Table Updated: ભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 32 રને હરાવી હતી 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. આ ટેસ્ટ મેચ પહેલા ભારત WTC પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતું. આ હાર પછી ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગઈ છે. જયારે સાઉથ આફ્રિકાની ટીમ 8મા સ્થાનેથી નંબર વન પર પહોંચી ગઈ છે.
પાકિસ્તાન ક્યાં પોઈન્ટ ટેબલમાં ક્યાં નંબરે?
ભારતીય ક્રિકેટ ટીમે WTCમાં અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે એક ટેસ્ટ જીતી છે, એક ટેસ્ટ હારી છે અને એક ટેસ્ટ ડ્રો થઈ છે. સાઉથ આફ્રિકાએ એક ટેસ્ટ મેચ રમી અને તે જીતી. સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બીજા નંબરે છે. પાકિસ્તાને 3માંથી 2 ટેસ્ટ જીતી છે જ્યારે એકમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે. કિવી ટીમે 2 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે એક જીતી છે અને બીજી હારી છે.
ભારત કરતા બાંગલાદેશની ટીમ આગળ
બાંગ્લાદેશની ટીમે બેમાંથી એક ટેસ્ટ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશથી નીચે પાંચમા સ્થાન પર છે. આ પછી ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા આવે છે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં મહત્તમ 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 3 મેચમાં જીત, 2 મેચમાં હાર અને એક ટેસ્ટ ડ્રો રહી છે.
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સાથે ફરી ટકરાશે
હાલમાં, મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પરિણામો જાહેર થયા બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થશે. સેન્ચુરિયન ટેસ્ટમાં ઈનિંગ અને 32 રનથી હાર્યા બાદ ભારતીય ટીમ હવે 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં ફરી ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. ટીમ ઈન્ડિયા હજુ સુધી સાઉથ આફ્રિકામાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી.