Get The App

ભારતે 17 વર્ષે વર્લ્ડ કપ જીતી રેકોર્ડ્સનો ખડકલો સર્જ્યો, રોહિત બ્રિગેડની સિદ્ધિઓની આ રહી યાદી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
Players of team India pose with the tropy after India won the ICC Men's T20 Cricket World Cup Final


Team India break Many Records: દેશવાસીઓ માટે શનિવાર (29 જૂન)નો દિવસ ખાસ દિવસ બની ગયો હતો. ભારતીય ટીમ સાત સમંદર પાર બાર્બાડોસમાં ચેમ્પિયન બનતા જ દેશમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. બાળકોથી લઈ વડીલો સૌ કોઈ આ ઐતિહાસિક જીતની ઉત્સાભેર ઉજવણી કરી હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા આખરે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર ચેમ્પિયન બની હતી. ટીમ વિશ્વ વિજેતા બનીને રેકોર્ડ્સનો ખડકલો કર્યો હતો. ચાલો જાણીએ ભારતીય ટીમે ક્યા રેકોર્ડ બનાવ્યા....  

ફાઇનલમાં બન્યો સૌથી વધારે સ્કોરનો રેકોર્ડ

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં 176 રનનો સ્કોર સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ T20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયાની ટીમે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે 173/2નો સ્કોર કર્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2016ની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે કોલકાતામાં 161/6નો સ્કોર કર્યો હતો. આ ઉપરાંત T20 વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 157/5નો સ્કોર કર્યો હતો.

ભારતીય ટીમે એક મેચ હાર્યા વગર વિજેતા બની

આ ઉપરાંત ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની એક જ એડિશનમાં એક પણ મેચ ન હારી હોય તેવી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં 9 મેચ રમી હતી. જેમાં 8માં જીત મેળવી હતી. જ્યારે એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની એક જ એડિશનમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાએ સતત 8-8 મેચ જીતી હતી. અગાઉ 2009માં શ્રીલંકા, 2010માં અને 2021માં ઓસ્ટ્રેલિયાએ સતત 6-6 મેચ જીતી હતી.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ, PM મોદી, રાહુલ ગાંધી.. વર્લ્ડકપમાં શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ

બીજી વખત જીત્યો T20 વર્લ્ડ કપ 

ભારતીય ટીમે 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે હવે ભારતીય ટીમ હવે સંયુક્ત રીતે સૌથી વધુ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ પણ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા બે વખત T20 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બની છે. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે પણ 2-2 વખત ચેમ્પિયન છે. વિન્ડીઝ ટીમ 2012 અને 2016માં અને ઈંગ્લેન્ડ 2010 અને 2022માં વિજેતા બની હતી.

આ રીતે ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો 

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એડન માર્કરામની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 169 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો હતો. આફ્રિકાનો સાત વિકેટથી પરાજય થયો હતો.

ભારતે 17 વર્ષે વર્લ્ડ કપ જીતી રેકોર્ડ્સનો ખડકલો સર્જ્યો, રોહિત બ્રિગેડની સિદ્ધિઓની આ રહી યાદી 2 - image


Google NewsGoogle News