ગૌતમ ગંભીરનો જાદુ! ટીમ ઈન્ડિયાના ધરખમ ખેલાડીની અંદરનો 'શેન વૉર્ન' જાગ્યો, ફેન્સ ચોંક્યા
Rishabh Pant: ગૌતમ ગંભીર ભારતીય ટીમનો મુખ્ય કોચ બન્યા બાદ ટીમના બેટર પણ બોલિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન સૂર્યકુમાર યાદવ સહિત ઘણાં ખેલાડીઓને બોલિંગ કરતા જોવા મળ્યા હતા. હવે આ યાદીમાં ભારતીય સ્ટાર વિકેટકીપર અને બેટર રિષભ પંતનું નામ પણ જોડાઈ ગયું છે. તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગ 2024ની પહેલી મેચ દરમિયાન રિષભ બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે ભારતીય ટીમને તેની બોલિંગની જરૂર નથી કારણ કે જ્યારે પણ તે પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હોય છે, ત્યારે વિકેટ કીપર તરીકે જ રમશે, પરંતુ ચાહકોએ તેને ગૌતમ ગંભીરનો જાદુ ગણાવ્યો છે.
17 ઓગસ્ટથી દેશની રાજધાની દિલ્હીમાં આઈપીએલની જેમ દિલ્હી પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. આ લીગની પહેલી મેચમાં ઋષભ પંતનીઆગેવાની હેઠળની ઓલ્ડ દિલ્હી 6નો સામનો આયુષ બદોનીની દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સ સામે થયો હતો. આ મેચમાં પંતની ટીમ હારી ગઈ હતી. તેની બેટિંગ આ મેચમાં ફ્લોપ રહી હતી. પરંતુ તેણે બોલિંગ કરીને હેડલાઈન્સ બનાવી હતો.
જયારે ઇનિંગ્સની પૂરી થવાની હતી ત્યારે રિષભ છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. જેના કારણે પંતને માત્ર એક બોલ ફેંકવાની તક મળી. પંતે જમણા હાથથી લેગ સ્પિન બોલિંગ કરી. દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે પહેલા બોલ પર એક રન બનાવીને જીત મેળવી હતી. પંતની બોલિંગ એક્શનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO: છોકરીની દમદાર બોલિંગ જોઈ તમે પણ કહેશો 'લેડી બુમરાહ', બેટરોનો પરસેવો છોડાવી દીધો!
અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં ઋષભ પંતની આગેવાની હેઠળ ઓલ્ડ દિલ્હી 6 ની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 197 રન બનાવ્યા હતા. અર્પિત રાણાની 41 બોલમાં 59 રનની ઇનિંગના આધારે ઓલ્ડ દિલ્હી 6 ટીમ આ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. જ્યારે રિષભ પંતે 32 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતા આયુષ બદોની અને પ્રિયાંશ આર્યએ અડધી સદી ફટકારી હતી અને 57-57 રનની ઇનિંગ્સ રમી હતી. દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે આ મેચ 5 બોલ બાકી રહેતા જીતી લીધી હતી.