રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે તોડ્યો 15 વર્ષ જૂનો રેકોર્ડ, બીજી ઈનિંગમાં ફટકાર્યા 18 છગ્ગા
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં 48 છગ્ગા ફટકાર્યા
India vs England: રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું હતું. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 430 રન બનાવ્યા. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 122 રન પર જ સિમિત રહી હતી. આ પહેલા ભારતે પહેલી ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 319 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે અણનમ 214 રન બનાવ્યા હતા, જ્યારે સરફરાઝે અણનમ 68 રન બનાવ્યા હતા. ભારતે આ ઈનિંગમાં 18 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમ તરફથી એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2009માં ભારતે શ્રીલંકા સામેની મુંબઈ ટેસ્ટમાં એક ઈનિંગમાં 15 છગ્ગા ફટકાર્ય હતા.
ભારત તરફથી એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા
18 છગ્ગા: ભારત અને ઈંગ્લેન્ડ (રાજકોટ, 2024)
15 છગ્ગા: ભારત અને શ્રીલંકા (મુંબઈ, 2009)
14 છગ્ગા: ભારત અને દક્ષિણ આફ્રિકા (વિશાખાપટ્ટનમ, 2019) (બીજી ઈનિંગ)
13 છગ્ગા: ભારત અને દક્ષિણ આફ્રિકા (વિશાખાપટ્ટનમ, 2019) (પહેલી ઈનિંગ)
13 છગ્ગા: ભારત અને દક્ષિણ આફ્રિકા (રાંચી, 2019)
ભારતીય ટીમે સીરિઝમાં 48 છગ્ગા ફટકાર્યા હતા
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં 48 છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમે માત્ર ત્રણ ટેસ્ટ રમી છે. ભારતે આ મામલે પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 2019માં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 47 છગ્ગા ફટકાર્યા હતા.