IND vs NZ: ટીમ ઈન્ડિયાએ સુધારવી જ પડશે પોતાની આ ભૂલ, નહીંતર ત્રીજી ટેસ્ટ મેચમાં પણ મળશે પરાજય
IND Vs NZ, Third Test Match : ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 2-0થી હારી ગઈ છે. બેંગલુરુ બાદ કીવી ટીમે પૂણેમાં પણ ભારતીય ટીમને હરાવીને સીરિઝ પર કબજો મેળવી લીધો છે. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈમાં રમાશે. જે ભારત કોઈપણ કિંમતે જીતવા માંગશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમે પોતાની સૌથી મોટી ભૂલ સુધારવી પડશે જેથી તેઓ આગામી મેચ જીતી શકે.
બેંગલુરુ ટેસ્ટ હોય કે પૂણે ટેસ્ટ બંને મેચમાં ભારતની બેટિંગ સ્પિન બોલિંગ સામે ઢેર થઇ ગઈ હતી. ન્યૂઝીલેન્ડના સ્પીનરો જાદુઈ બોલિંગ સામે ભારતનો એક પણ બેટર ટકી શક્યો ન હતો. આ સ્થિતિમાં જો ભારતને મુંબઈમાં યોજાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં જીત મેળવવી હશે તો ભારતીય બેટરોને સ્પિન સામે તૈયાર થઈને મેદાનમાં ઉતરવું પડશે. નહીં તો ફરી એકવાર પરિણામ એ જ આવશે.
આ પણ વાંચો : રોહિત શર્માએ આવા નિર્ણય ન લેવા જોઈએ: પરાજય બાદ પૂર્વ ખેલાડીએ કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ
3 મેચની ટેસ્ટ સીરિઝમાં ન્યુઝીલેન્ડે ભારત પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ હાર ભારતને વર્ષો સુધી યાદ રહેશે. અને રોહિત શર્માની કેપ્ટનશીપ પર એક દાગથી ઓછી નથી. વર્ષ 2012 પછી પહેલીવાર ભારતીય ટીમ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી છે. આગામી ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડીયમ ખાતે યોજાશે.