Get The App

ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી પહેરશે ખાખી વરદી! સંભાળ્યું DSPનું પદ, તસવીર થઈ વાઇરલ

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી પહેરશે ખાખી વરદી! સંભાળ્યું DSPનું પદ, તસવીર થઈ વાઇરલ 1 - image


Mohammed Siraj : ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નું પદ સંભાળી લીધું હતું. તેલંગાણા પોલીસે સિરાજને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ પછી તેને ડીલીટ પણ નાખી હતી. હોદ્દો સંભાળ્યા બાદ સિરાજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સિરાજે ઘણાં સમયે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ કારણથી જ તેને આ પદ આપવામાં આવ્યું છે.

હકીકતમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ બાદ જીત્યા બાદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને હવે સિરાજને તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું છે. તેમણે આ પદની જવાબદારી પણ સંભાળી કીધી છે. જો કે, આનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે.

સિરાજને નોકરી ઉપરાંત જમીન આપવાનું પણ વચન આપવામાં આપવામાં આવ્યું હતું. એક અહેવાલ અનુસાર, સિરાજને હૈદરાબાદમાં ઘર માટે જમીનની ફાળવણી કરી દેવાઈ છે. T20 વર્લ્ડકપમાં સિરાજ તેલંગાણાથી આવનારો એકમાત્ર ખેલાડી હતો. તે ભારતીય ટીમનો એક મહત્ત્વનો ખેલાડી છે.

મોહમ્મદ સિરાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી છે. તેણે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 78 વિકેટો તેણે સ્દ્પી છે. સિરાજનું એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. તે ભરત માટે વનડેમાં 71 વિકેટ લઇ ચૂક્યો છે. આ સિવાય સિરાજે 16 T20Iમાં 14 વિકેટ ઝડપી છે.     

જીવનમાં સિરાજે ખૂબ સંઘર્ષ કર્યો છે. તેના પરિવારે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કર્યો હતો. સિરાજ પોતાની મહેનતના આધારે આગળ વધ્યો હતો. તેણે પહેલા ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. અને ત્યારબાદ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. આ સિવાય તે આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.


Google NewsGoogle News