VIDEO : રેસલર બજરંગ પૂનિયાએ ફુટપાથ પર જ મૂકી દીધો 'પદ્મશ્રી', મેડલ પરત કરવા પહોંચ્યા હતા PM આવાસ
Wrestler Bajrang Punia Padma Shri Award : રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા(WFI)ની ચૂંટણીમાં સંજય સિંહે જીત નોંધાવી હતી, જે પૂર્વ અધ્યક્ષ બૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક રેસલર નારાજ છે. આ રેસલર્સ ઘણા સમયથી બૃજ ભૂષણ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ પદ પર કોઈ મહિલાને હોવું જોઈએ. હવે સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે સંન્યાસની જાહેરાત કરી દીધી. ત્યારબાદ બજરંગ પૂનિયાએ પણ એક મોટો નિર્ણય લેતા પદ્મશ્રી પરત કરવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે. તેમણે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસની સામે ફુટપાથ પર પોતાનું મેડલ રાખી દીધું.
This will break your heart
— Amock (@Politics_2022_) December 22, 2023
Champion wrestler #BajrangPunia given up on his Padmashree award & said he can't live with the badge anymore 💔pic.twitter.com/YeMR54SGIx
સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત કેટલાક રેસલર નારાજ છે. આ રેસલર્સ ઘણા સમયથી બૃજ ભૂષણના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પદ પર કોઈ મહિલાને હોવું જોઈએ.
જોકે પદ્મશ્રી પરત કરવાના નિર્ણય પર રમત મંત્રાલયે કહ્યું કે, આ તેમનો અંગત નિર્ણય છે. સૂત્રોના અનુસાર, રમત મંત્રાલયે કહ્યું કે, WFIની ચૂંટણી નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે થઈ છે. અમે હજુ પણ પ્રયાસ કરીશું કે બજરંગ પૂનિયા પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બદલી દે.
બજરંગ પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. પૂનિયાએ આ પત્ર પણ X પર શેર કર્યો હતો. બજરંગ પૂનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, હું પોતાનો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. કહેવા માટે બસ મારો આ પત્ર છે. આ મારું સ્ટેટમેન્ટ છે.
આ અગાઉ રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે, રમતમંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત ફેડરેશનમાં કોઈ આવશે નહીં, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચુંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિની જીત થઇ છે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે તે ન્યાય કરશે. મને લાગે છે કે પીઢીઓ ન્યાય માટે લડતી રહેશે. સરકારે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં તે વિફળ રહી છે.
સાક્ષી મલિકની કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર સાક્ષી મલિકે એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હું કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છું. WFI ચૂંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિ જીત્યા છે.