Get The App

અફઘાનિસ્તાન સામેના સુપર-8 મુકાબલામાં આ ભારતીય સ્ટાર ખેલાડીનું પત્તું કપાય તેવી શક્યતા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાન સામેના સુપર-8 મુકાબલામાં આ ભારતીય સ્ટાર ખેલાડીનું પત્તું કપાય તેવી શક્યતા 1 - image


Image Source: Twitter

T20 World Cup 2024 IND vs AFG: ટીમ ઈન્ડિયા આજથી પોતાના સુપર-8 રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહી છે. સુપર-8માં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન સાથે થશે. આઠ દિવસના લાંબા બ્રેક બાદ આજે રોહિત એન્ડ કંપની એક્શનમાં હશે. અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે ફેરફાર જોવા મળી શકે છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચો અમેરિકામાં રમી હતી. ત્યારબાદ હવે સુપર-8ની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. 

આ ફાસ્ટ બોલરનું કપાશે પત્તું

અત્યાર સુધી અમેરિકામાં રમાતી મેચોમાં ફાસ્ટ બોલરોને વધુ મદદ મળતી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં સ્પિન બોલરોને વધુ મદદ મળે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી આજે એક ફાસ્ટ બોલરનું પત્તું કપાય શકે છે. અહેવાલો પ્રમાણે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને અફઘાનિસ્તાન સાથેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહની સરખામણીમાં સિરાજનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. 

કુલદીપ યાદવની થશે એન્ટ્રી!

અફઘાનિસ્તાન સાથની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવમાંથી કોણ કેપ્ટન રોહિત શર્માની પ્રથમ પસંદ બનશે. હજુ સુધી આ બંનને એક પણ મેચમાં રમવાની તક નથી મળી. 

અહેવાલ પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝની સ્પિન ફ્રેન્ડલી પિચ પર ટીમ ઈન્ડિયાને કુલદીપ યાદવ વધુ ફાયદો પહોંચાડી શકે છે. ભલે ચહલે IPLમાં કુલદીપથી વધુ વિકેટ ઝડપી હોય પરંતુ ઈકોનોમી રેટની વાત કરીએ તો કુલદીપની વધુ સારી છે. આવી સ્થિતિમાં ચહલના બદલે કુલદીપ પર વધુ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે.



Google NewsGoogle News