ICC T20I રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના નવા જાદૂઈ સ્પીનરની મોટી છલાંગ, પહેલીવાર ટોપ-10માં
Varun Chakravarthy : ICCએ તાજેતરમાં જાહેર કરેલી રેન્કિંગમાં ભારતના જાદૂઈ સ્પીનર વરુણ ચક્રવર્તીએ T20I ફોર્મેટમાં ટોપ-10માં પહોંચી ગયો છે. જયારે ઇંગ્લેન્ડનો સ્ટાર લેગ સ્પીનર આદિલ રાશિદે ટોચના સ્થાન પર કબજો મેળવ્યો છે. જયારે ભારતનો તિલક વર્મા બીજા સ્થાને છે.
વરુણ ચક્રવર્તીએ લગાવી 25 સ્થાનની છલાંગ
T20I બોલરોની રેન્કિંગની ટોપ-10ની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જેમાં ભારતીય સ્પીનર વરુણ ચક્રવર્તી રાજકોટમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20I મેચમાં પાંચ વિકેટ ઝડપીને 25 સ્થાનની છલાંગ લગાવીને પાંચમાં સ્થાને પહોંચી ગયો હતો. આ યાદીમાં અર્શદીપ સિંહ નવમાં સ્થાને પહોંચી ગયો છે. જયારે રવી બિશ્નોઈને પાંચ સ્થાનનું નુકસાન થયું હતું અને તે હવે 11માં સ્થાને પહોંચી ટોપ-10માંથી બહાર થઇ ગયો છે.
ભારતીય બોલરોનો દબદબો
આ સિવાય ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહએ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટેસ્ટની બોલર રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. હાલમાં જ તેને વર્ષ 2024માં 'ICC મેન્સ ક્રિકેટર ઓફ ઘ યર' એવોર્ડ માટે સર ગારફિલ્ડ સોબર્સ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.