Get The App

ભારતીય સ્પિનર કુલદીપે જર્મનીમાં કરાવી પોતાની સર્જરી, ઈજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસે નથી ગયો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ભારતીય સ્પિનર કુલદીપે જર્મનીમાં કરાવી પોતાની સર્જરી, ઈજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસે નથી ગયો 1 - image


Image: Facebook

Kuldeep Yadav Surgery: ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનું નામ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યું નથી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે તેને તક મળી શકતી હતી પરંતુ એક ઈજાએ તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગ્રહણ લગાવી દીધું. જેની જાણકારી સિલેક્શન દરમિયાન બીસીસીઆઈએ આપી હતી.  

જર્મનીના મ્યૂનિખમાં કુલદીપ યાદવે પોતાની બેક સર્જરી કરાવી છે. આ કારણે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો નથી. તે ઘણા સમયથી આ તકલીફથી ઝઝૂમી રહ્યો હતો અને હવે તેની સારવાર તેણે કરાવવી પડી છે. બીસીસીઆઈએ બીજીટી માટે ટીમ પસંદ કરતી વખતે જાણકારી આપી હતી કે કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો, કેમ કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બાદ તેને પોતાના ડાબા ગ્રોઈનની જૂની સમસ્યાની લાંબાગાળાની સારવાર માટે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સિલેન્સ રેફર કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: IPL 2025 પહેલા આ ટીમનો કેપ્ટન બન્યો રજત પાટીદાર, RCBએ પાઠવી શુભકામનાઓ

જોકે, બીસીસીઆઈના એનસીએમાં તેને વધુ ફાયદો મળ્યો નથી અને ત્યાંથી સલાહ આપવામાં આવી કે તેને સર્જરી કરાવવી પડશે. આ કારણે તે જર્મની ગયો, ત્યાં હર્યો-ફર્યો અને પછી સર્જરી કરાવી. તેની ઘણી તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેર કરી છે. કુલદીપ યાદવને આઈપીએલ 2025 મેગા ઓક્શનથી પહેલા જ દિલ્હી કેપિટલ્સ દ્વારા રિટેન કરી લેવાયો છે. દરમિયાન ઓક્શનનું કોઈ દબાણ તેની પર હશે નહીં. દિલ્હી કેપિટલ્સે તેને સવા 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તે ગત સિઝનથી ટીમની સાથે છે અને સતત દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. 

કુલદીપ યાદવ આ સર્જરી બાદ ફેબ્રુઆરી સુધી મેદાન પર પાછો ફર્યો તો સારું રહેશે કેમ કે ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. કુલદીપ યાદવ વ્હાઈટ બોલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. દરમિયાન જો તે ઉપલબ્ધ નથી તો આ ટીમ માટે ઝટકો સાબિત થશે.


Google NewsGoogle News