Get The App

IPL Schedule 2025: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
IPL Schedule 2025: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ 1 - image


IPL Schedule 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે (16 ફેબ્રુઆરી, 2025)ના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પહેલી મેચ વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટની 18મી સીઝનની પહેલી મેચ હશે, જે 22 માર્ચે રમાશે. જ્યારે 25 મેના રોજ ફાઈનલ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે.  નોંધનીય છે કે, આઇપીએલની 18મી સિઝન 65 દિવસ સુધી ચાલશે, જેમાં કુલ 74 મેચો રમાશે. જ્યારે ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ પણ આ મેદાન પર જ રમાશે.

10 ટીમો વચ્ચે 65 દિવસમાં 74 મેચ રમાશે

ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વાલિફાયર-1 અને એલિમેટર મેચ હૈદરાબાદમાં રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ સીઝનમાં IPLમાં 10 ટીમો ભાગ લેશે. આ તમામ મેચ ભારતના જ 13 વેન્યૂ પર હશે. બપોરે 3.30 વાગ્યે અને સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.

આ વખતે હશે 12 ડબલ હેડર મુકાબલા

આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ હશે. IPLમાં ડબલ હેડરનો મતલબ એક દિવસમાં બે મેચથી થાય છે. ડબલ હેડરના દિવસે ફેન્સને રોમાન્ચ અને ડબલ ડોઝ મળે છે.

IPL Schedule 2025: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ 2 - image

IPL Schedule 2025: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ 3 - image


Google NewsGoogle News