VIDEO | વર્લ્ડકપ જીતવાની ખુશીમાં કોહલી, અર્શદીપ, રિંકુ સહિત ભારતીય ખેલાડીઓ જોરદાર નાચ્યાં

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
After Win T20 World Cup Indian Players Celebrate


After Win T20 World Cup, Indian Players Celebrate: ભારતીય ટીમે યાદગાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. બ્રિજટાઉન ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. ભારતીય ટીમે 17 વર્ષ બાદ બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ખેલાડીઓ ઉજવણીમાં લાગી ગયા હતા.

મેચ જીત્યા બાદ ટીમે કર્યા ભાંગડા 

વિરાટ કોહલી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને રિંકુ સિંહ દલેર મહેંદીના પ્રખ્યાત ગીત 'તુનક તુનક તુન' પર ભાંગડા કરવા માંડ્યા હતા. અર્શદીપે ભાંગડાની શરૂઆત કરી હતી. ત્યારબાદ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. ફાઈનલમાં જીત્યા બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટના નિવૃત્તિ જાહેર કર્યાના થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું.

આ પણ વાંચો: 'છેલ્લી ઘડીએ દિલ તૂટી ગયું...', T20 વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ કેપ્ટન માર્કરમનું દર્દ છલકાયું'


Google NewsGoogle News